Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 363
________________ દીમાદષ્ટિ : ભવાભિનદી નિષ્ફળારંભી (૨૯૭) હોય છે, ને જગતને હું કે વંચું છું-છેતરું છું, એમ માની તે મનમાં મલકાય છે. પણ ખરી રીતે તો તે પોતે જ છેતરાય છે, આત્મવંચના જ કરે છે, તે તે મૂખ જાણતા નથી. અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, છડું ન અવગુણચાલ, અનાદિની જે પ્રિયા...વિહરમાન ભગવાન”–શ્રી દેવચંદ્રજી તે અજ્ઞ એટલે અજ્ઞાની, મૂર્ણ હોય છે, સારાસારના ભાન વિનાનો, અબૂઝ, અલ વગરને હોય છે. અને આવા લક્ષણવાળે હેઈ, તે નિષ્ફળ આરંભી હોય છે, એટલે કે તેના સર્વ આરંભ નિષ્ફળ–અફળ જાય છે, કારણ કે તેની સમસ્ત પ્રવૃત્તિ અતજ્વાભિનિવેશવાળી હોય છે, એટલે અતવમાં તત્ત્વબુદ્ધિરૂપ મિથ્યા અભિનિવેશને લીધે નિષ્ફળ તેની સમસ્ત કિયા આદિ કાર્યકારી થતી નથી, કારગત થતી નથી, આરંભી ફોગટ જાય છે, એળે જાય છે. એનું બધું કર્યું–કરાવ્યું ધૂળ થાય છે, પાણીમાં જાય છે. “આંધળે વણે ને પાડો ચાવે” એના જેવું થાય છે. આમ તેના બધા આરંભ-મંડાણ નિષ્ફળ જતા હોઈ, તે તે કેવળ નિષ્ફળ ખેદ ને મિથ્યા શ્રમ જ હારે છે. શદ્ધ શ્રદ્ધાન વિનાની તેની સકલ ક્રિયા “છાર પર લિપણું’ જેવી થાય છે. “શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિપણો તે જાણો.”—શ્રી આનંદઘનજી આગેકે ટુંકત ધાય, પાછે બછરા ચરાય, જૈસે દગહીન નર જેવી વટતુ હૈ; તૈસે મૂઢ ચેતન સુકૃત કરતૂતિ કરી, શેવત હસત ફલ બેવત ખટતુ હૈ.”–શ્રી બનારસીદાસજી. આમ તેની સમસ્ત પ્રવૃત્તિ-સમસ્ત આરંભ નિષ્ફળ થાય છે, એટલું જ નહિ પણ તેની ગપ્રવૃત્તિ પણ પરમાર્થથી તેવી જ નિષ્ફળ હોય છે. કારણ કે તે ધર્મવ્યાપારરૂપ એગપ્રવૃત્તિ મેહગર્ભવૈરાગ્યથી ઉપજતી હેઈ, અપાયજનની મોહભવાભિનંદિની વાસના ઉત્પન્ન કરે છે. અને તેનાથી જે પુણ્યબંધ થાય છે તે પણ ચોગક્રિયા પણ પાછળથી અપાયવાળો હોય છે, એટલે કે તે પુણ્ય પાપાનુબંધી પુણ્ય - અફળ હોય છે. અને આમ “ અવેધસંવેદ્ય પદમાં સ્થિતિ કરતા ભવાભિનંદી જંતુઓને પુણ્ય જે હોય છે, તે નિરનુબંધ હોય છે, અને પાપ જે ય છે તે સાનુબંધ હોય છે. એટલે પુણ્યની પરંપરા ચાલુ રહેતી નથી, પાપની * " प्रवृत्तिरपि योगस्य वैराग्यान्मोइगर्भतः । प्रसूतेऽगायजननीमुत्तरा मोहवासनाम् ॥ अवेद्यसंवेद्यपदे पुण्यं निरनुबन्धकम् । भवाभिनंदिजन्तूनां पापं स्यात्सा नुवन्धकम् ।।" –શ્રી વિજયજી કૃત દ્વા દ્વા

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388