________________
તારદિઃ અધિક ગુણી પ્રત્યે તાવ જિજ્ઞાસા
(૧૯૭) અધિકના અધિક કૃત્યમાં, સલાલ જિજ્ઞાસ;
તુલ્ય વિકલ નિજ કૃત્યમાં, દ્વેષ રહિત સંત્રાસ. ૪૬ અર્થ –ગુણથી અધિકના અધિક કૃત્ય પ્રત્યે લાલસાયુક્ત એવી જિજ્ઞાસા હોય, અને તુલ્ય એવા પોતાના વિકલ-ખામીવાળા કૃત્ય પ્રત્યે દ્વેષ વિનાને સંત્રાસ હોય
વિવેચન વળી આ દષ્ટિમાં વર્તતે મુમુક્ષુ પિતાના કરતાં અધિક ગુણવંત, ચઢીયાતી આત્મદશાવાળા એવા આચાર્યાદિની પોતાના કરતાં ચઢીયાતી ક્રિયા દેખી, એમ ભાવે છે કે-અહો !
આ મહાજનેની આ ક્રિયા આવી ઉત્તમ પ્રકારની, આવી ઉચ્ચ કોટિની શી જિજ્ઞાસાઃ રીતે હોતી હશે? એમ તેનું કારણ જાણવાની તેને તીવ્ર અભિલાષાવાળી દશાભેદ ઉત્કંઠાવાળી જિજ્ઞાસા ઉપજે છે; કારણ કે એમને સ્થાને અસંખ્ય છે, અને
મેહકર્મની તરતમતાના કારણે, ન્યૂનાધિકતાના કારણે, ઓછાવત્તાપણાને લીધે, જીવની દશાના અસંખ્ય ભેદ પડે છે. આમ ક્ષેપશમની ભિન્નતાના કારણે, કેટલાક જ પોતાનાથી હીન–ઉતરતી પંક્તિના હેય, કેટલાક પિતાની સમાન પંક્તિના હોય, ને કેટલાક પિતાનાથી ચઢીયાતી પંક્તિના હેય. આમ સન્માર્ગે પ્રયાણ કરતા, આગળ વધતા, આત્મવિકાસ સાધતા ની દશાના ભેદ હોય છે. એટલે તેઓની ધર્મક્રિયા પણ તેવા પ્રકારની તરતમતાવાળી હોય છે, ઊંચી-નીચી કક્ષાની હોય છે.
તેમાં આ દષ્ટિમાં સ્થિતિ કરતે થેગી જ્યારે પિતાનાથી ચઢીયાતી આત્મદશાવાળા મહાનુભાવ મહાત્માઓને દેખે છે, પોતાનાથી ગુણમાં અધિક એવા ભાવાચાર્યને ભાવ
ઉપાધ્યાયને, ભાવસાધુને, ભાવશ્રાવકને કે અન્ય કેાઈ મુમુક્ષને ભાળે છે, સાનંદાશ્ચર્ય ત્યારે તે વિસ્મયમાં પડી જાય છે. જ્યારે તે તેનું પોતાના કરતાં વધારે ધન્ય! ધન્ય! વિશુદ્ધિવાળું ધર્મધ્યાન જુએ છે, જ્યારે પિતાના કરતાં વધારે બળવાળે દઢ
ધર્મરંગ નીરખે છે, જ્યારે પિતાને કરતાં વધારે ભક્તિ ઉલ્લાસવાળી ભગવંતની ભાવભક્તિ ભાળે છે, જ્યારે પોતાના કરતાં વધારે આત્મવીલાસવાળી તપ–સ્વાધ્યાય –પ્રતિક્રમણ-વંદનાદિ સક્રિયા નિહાળે છે, જ્યારે પોતાના કરતાં અધિક વિકાસ પામેલા તેઓના અહિંસા-સત્ય આદિ સાક્ષાત્ દેખે છે, અને જ્યારે પિતાના કરતાં અધિક આત્મપરિણતિ પામેલા તેઓના સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણ પ્રત્યક્ષ કરે છે, ત્યારે આ ગદષ્ટિવાળા યોગી સાનંદાશ્ચર્ય અનુભવી વિચારમાં પડી જાય છે કે–અહે ! આ મહાત્માઓનું ધર્મધ્યાન! અહો ભાવભક્તિ ! અહા ધર્મરંગ! અહા તપ-સ્વાધ્યાય ! અહે અહિંસા-સત્ય ! અહીં દર્શન જ્ઞાન-ચારિત્ર ! અહો એમની બ્રાહ્મી સ્થિતિ ! અહા એમની અપૂર્વ આત્મપરિણતિ ! આ અદ્ભુત બ્રહ્મનિષ્ઠ મહાત્માએ આવી અદ્દભુત આત્મદશા કેમ પામ્યા હશે ? આવી આશ્ચર્યકારક