________________
(૨૧૪)
ગદષ્ટિસમુચ્ચય પ્રગટયા પછી સ્વાભાવિક ક્રમે શુશ્રષા એટલે શ્રવણ કરવાની-સાંભળવાની ઈચ્છા ઉપજે છે. અને આ શ્રવણેચ્છા પણ તત્વ સંબંધી જ હોય છે. વસ્તુ તત્ત્વ શું છે? હું કેણ છું ? હારૂં સ્વરૂપ શું છે? આ બીજું બધુંય શું છે? તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તેની સાથે હારે શો સંબંધ છે? આ જગત્ શું છે? તેનું ચિત્ર-વિચિત્ર સ્વરૂપ કેમ છે ? ધર્મ શું છે? ધર્મનું પારમાર્થિક સ્વરૂપ શું છે ? તેની પ્રાપ્તિ કેમ થાય ? ઈત્યાદિ તત્વ સંબંધી અનેક પ્રશ્નોના ખુલાસા કરતી તત્વવાર્તા સાંભળવાની આ દષ્ટિવાળા મુમુક્ષુ પુરુષને તીવ્ર ઉત્કંઠા ઉપજે છે, અંતરંગ ઈચ્છા પ્રગટે છે. આવી અંતરંગ ઉત્કટ ઇચ્છા વિનાનું કણેન્દ્રિયદ્વારા જે શ્રવણ, તે નામ માત્ર શ્રવણ છે, એક કાને સાંભળી બીજે કાનેથી કાઢી નાંખ્યા બરાબર છે! એમ તો આ જીવે અનંતવાર કથા-વાર્તા સાંભળી છે ને સાંભળી સાંભળીને તેના કાન પણ ફૂટી ગયા છે ! તે પણ હજુ તેને બ્રહ્મજ્ઞાન–સાચું તત્ત્વજ્ઞાન થયું નથી! કારણ કે તેણે અંતરાત્માથી –આંતર શ્રવણેન્દ્રિયથી ભાવ શ્રોવેન્દ્રિયથી શ્રવણ કર્યું નથી, માત્ર દેખાવ પૂરતું જ સાંભળ્યું છે.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”—શ્રી અખાભક્ત “ બારમાં ઘા કરે શ્રોતથ્થો મળ્યો નિષ્યિાસિતો.” શ્રી વેદશ્રુતિ
કેટલીક વાર એક ભૂલ તે એ થાય છે કે તે “શ્રવણનો અર્થ ગ્રહણ સાથે તાત્વિક સંબંધ વસ્તુત: ધ્યાનમાં લેવાતો જ નથી. “શ્રવણ” એટલે સાંભળવું અને સાંભળવું એટલે કાનમાં શબ્દો પડવા દેવા; અને આટલું થતાં શ્રવણ થયું એમ ઘણીવાર કૃતકૃત્યતા માની લેવાય છે. * * શબ્દને કર્ણમાં લઈ તેની સાથે અર્થગ્રહણ પણ કરી લેવું તેનું નામ “શ્રવણ', એમ શ્રવણ શબ્દને વાસ્તવિક અને પ્રાચીન શાસ્ત્રસંમત અર્થ છે.”
વિદ્વદ્દવર્ય શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ અને આ જે શ્રવણેચ્છા છે તેમાં પરની અપેક્ષા રહે છે, કારણ કે સાંભળવાનું બીજાના બેલ્યા કે ઉપદેશ્યા વિના સંભવે નહિં; માટે શ્રવણ અન્ય દ્વારા, અન્ય મુખે
હોય છે. એટલે કે મુખ્યપણે તે શ્રવણ પુરુષવિશેષરૂપ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સદગુરુમુખે મુખે કરવાનું છે અને તેને જોગ ન હોય તે પૂર્વકાલીન મહાત્માશ્રવણ એના સશાસ્રમુખે શ્રવણ કરવાનું છે, કારણ કે મહાગબલ
સંપન એવા તે તે મહાગુરુઓને ચૈતન્યસ્વરૂપ આત્મા “ અક્ષર” સ્વરૂપે વ્યક્ત થઈ, તેમની કૃતિઓમાં પ્રગટપણે અક્ષરસ્વરૂપે રહ્યો છે. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદ્ગુરુના અભાવે, આવા પરોક્ષ આત્મારામી સદ્ગુરુઓના વચનનું અવલંબન જ શ્રેયસ્કર થઈ પડે છે, પરમ ઉપકારી આધારભૂત થઈ પડે છે. સદ્ગુરુના અભાવે, અન્ય સામાન્ય કેટિના જે તે પ્રાકૃત જનને ગુરુ સ્થાપી-માની બેસી તેના મુખે શ્રવણ કરવા કરતાં, આવા પક્ષ સદગુરુઓના સદગ્રંથમુખે શ્રવણ કરવું, તે અનેકગણું વધારે લાભદાયી છે, એમ વિદ્વાનેનું માનવું છે. તળારૂપ ગુરુગુણરહિત ગમે તેને ગુરુ ક૯૫વા કરતાં, આમ કરવું તે જ એગ્ય છે.