________________
(૨૨૮)
ગદષ્ટિસમુચ્ચય અર્થ –આ દષ્ટિને વિષે, શુભ યોગના સમારંભમાં કદી પણ ક્ષેપ હોતો નથી, અને તેના વિષયનું ઉપાય-કૌશલ પણ સુંદર હોય છે.
વિવેચન
અહીં અક્ષેપ ગુણનું સ્પષ્ટીકરણ કર્યું છે. આગલી દૃષ્ટિમાં ઉદ્વેગ દોષને ત્યાગ કર્યો, એટલે તે પછી અનુક્રમે ક્ષેપ દોષ પણ જાય છે. એથી કરીને આ દૃષ્ટિમાં વર્તતે
યેગી પુરુષ જ્યારે ધ્યાન વગેરે શુભ યોગને સમારંભ કરે છે, ત્યારે ગમાં તેમાં કદી કોઈ પણ વિક્ષેપ આવી પડતો નથી, કોઈ પણ આડખીલી કે અવિક્ષેપ અંતરાય નડતો નથી, અહીં તહીં ઝાંવાં નાંખી ચિત્ત ડામાડોળ થતું નથી,
સંક્ષુબ્ધ થતું નથી. એટલે તે દયાન કરતે હોય, તે એકાગ્ર ચિત્તે શુદ્ધ ભાવે કરે છે, પરીષહ-ઉપસર્ગથી ક્ષોભ પામતો નથી, પ્રભુભક્તિ કરતો હોય તે શુદ્ધ પ્રણિધાનથી તન્મયભાવે કરે છે,– અહીંતહીં ચિત્તવિક્ષેપથી ડામાડોળ થતો નથી; સામાયિકસ્વાધ્યાય કરતે હોય તે સમતાભાવે અત્યંત સ્વસ્થતાથી કરે છે,-તેમાં આકાશ પાતાલના ઘાટ ઘડતે નથી; પ્રતિક્રમણ આદિ સકિયા કરતો હોય, તો ઉપગપૂર્વક નિજ દેષદર્શનના સાચા પશ્ચાત્તાપ ભાવથી કરે છે, -પણ મનને બીજે ભમવા દેતે નથી; બીજે કંઈ પણ મોક્ષસાધક યોગ સાધતે હોય, કે બીજું કઈ પણ શુદ્ધ તપશ્ચર્યાદિક ધર્મકૃત્ય કરતો હોય, તો આત્મજાગૃતિપૂર્વક નિર્મલ ભાવે કરે છે, પણ આ લોક-પરલોકની ફલાકાંક્ષાથી વિક્ષેપ પામતો નથી.
તેમજ તે તે ધ્યાન આદિ શુભ ગ સંબંધી ઉપાયમાં પણ આ મુમુક્ષુ પુરુષ કૌશલકુશલતા ધરાવે છે, કલાકારના જેવી નિપુણતા દાખવે છે. તે તે યોગ કેમ ઉત્તમ રીતે સાધી
શકાય, તેનું તેને નિપુણ જ્ઞાન હોય છે. અને આમ ઉપાય ટુ હોવાથી ઉપાય કૌશલ તે તે ગમે તે સુંદર રીતે સાધી શકે છે. કારણ કે જે શસ્ત્રવ્યાપારમાં
નિષ્ણાત હોય, તે અટાપટાના ખેલ ખેલવામાં પટુ હોય; તેમ જેને તે ધ્યાન આદિની વિધિનું બરાબર જાણપણું હોય, તે તે ધ્યાનાદિની સાધનામાં કુશલ હોય છે. વ્યાયામમાં જે સારી પેઠે કસાયેલું હોય, તે જેમ કુસ્તી વગેરે પ્રયોગોમાં હોશીયાર હોય છે, તેમ તે તે ધ્યાનાદિને ઉપાય જે બરાબર જાણતો હોય, તે ધ્યાનાદિ સિદ્ધ કરવામાં નિપુણ હોય છે. દાખલા તરીકે-ધ્યાન કરવું હોય તે તેને યોગ્ય દેશ આદિ જાણવા જોઈએ, આસનાદિ વિધિ જાણવી જોઈએ. તે જાણેલ હોય, તે જ તેના ઉપાયમાં બરાબર પ્રવર્તી શકાય. કુશલ કારીગર પોતાની કામગીરી બરાબર બજાવી શકે છે, પણ અણઘડ તેમ કરી શકતું નથી. તેમ ઉપાયપટુ પુરુષ ધ્યાનાદિ કુશલપણે કરી શકે છે, અપટુ તેમ કરી શકતો નથી. ગીતામાં કહ્યું છે કે-ચો: મહું ૌરાસ્ટમ્ '
“હવે જિનવચન પ્રસંગથી, જાણ સાધક નીતિનાથ રે, સાધ્યરસી સાધકપણે, કરીએ સાધન રીતિ..નાથ રે.”—શ્રી દેવચંદ્રજી