________________
ગદક્ટિસમુરચય
જેમ કે એક રાજા રાત્રે શયન કરતી વેળાએ વાર્તા સાંભળતા હોય, ઊંઘમાં ને ઉંઘમાં તે હોંકારો પણ દેતો જાય, પણ તેનું લક્ષ તેમાં હોય નહિં, શું સાંભળ્યું તે તેના
ખ્યાલમાં રહે નહિંઅને સવારે ઊઠીને બાપુ પૂછે કે અલ્યા ! રાત્રે કઈ વાર્તા કરી હતી? તેમ પ્રસ્તુત શુશ્રષા વિનાનું શ્રવણ કરતે હોય તે જાણે ઉંઘમાં હોય એમ સાંભળે છે! તે મોટેથી ઘાંટો પાડી “જી! મહારાજ !” એમ હોંકારો પણ દીએ છે! પણ શું સાંભળ્યું તેનું તેને ભાન હોતું નથી ! તે ઘેર આવીને પૂછે છે કે આજ મહારાજ વખાણમાં શી વાત કરતા હતા ! આમ સાચી શુશ્રષા વિનાનું શ્રવણ ફેગટ-નકામું છે, હૃદયને સ્પર્શતું નથી, એક કાનથી બીજે કાને કાઢી નાંખ્યા જેવું થાય છે! ખરું શ્રવણ તે ત્યારે થાય કે જ્યારે મન રીઝે–પ્રસન્નતા પામે, તન ઉલ્લસે-શરીરમાં રોમાંચ-રૂંવાડા ઊભા થાય. એવી શ્રવણેચ્છા વિના જે ગુણકથા સાંભળવામાં આવે, તે બહેરા માણસ આગળ સંગીત કરવા બરાબર છે! ભેંસ આગળ ભાગવત છે! અંગ્રેજી કહેવત પ્રમાણે-ખૂકર પાસે મોતીને ચારે નાંખવા બરાબર છે! “Casting pearls before swine.”
“મન રીઝે તન ઉલસેજી, રીઝે બુઝે એક તાન; એ ઈચ્છા વિણ ગુણકથા જી, બહેરા આગળ ગાન રે
જિનાજી! ધન ધન તુજ ઉપદેશ.”–ગર સઝાય રૂ-૪
અહીં જ વ્યતિરેક કહે છે –
श्रुताभावेऽपि भावेऽस्याः शुभभावप्रवृत्तितः। फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ॥ ५४ ॥ શ્રવણ અભાવે ય આ સતે, શુભભાવે આ સ્થાન; ફલ કર્મક્ષય નામનું ઉત્તમ બોધ નિદાન, ૫૪
અર્થ:-શ્રવણના અભાવે પણ આ શુશ્રુષા-સાંભળવાની ઇચ્છા હતાં, શુભ ભાવની પ્રવૃત્તિને લીધે કર્મક્ષય નામનું ફળ હોય છે, કે જે પરમ બેધનું નિબંધન-કારણ થાય છે.
વિવેચન ઉપરમાં જે શુશ્રષાની પ્રશંસા કરી, તે વ્યતિરેકથી એટલે કે નકારાત્મક ઉક્તિથી વિશેષ દૃઢ કરે છે. ધારે છે તેવી શુશ્રષા–તવ સાંભળવાની તીવ્ર ઈચ્છા છે, પણ શ્રવણને - કૃત્તિ -શ્રામાજિ—શ્રવણના અભાવે પણ, માથા -આ શુશ્રષાને ભાવ–સદ્દભાવ હતાં, (આ શુશ્રુષા હોય તે), શું? તે કે-કુસુમમાયાવૃત્તિતઃ-શુભ ભાવની પ્રવૃત્તિને લીધે, તે શુશ્રુષા ભાવના જ શુભપણુથકી, #ૐ શર્મક્ષયાર્ચ ચT-કર્મક્ષય નામનું ફલ હય,-વચનને પ્રામાણ્યથી (આગમવાણુના પ્રમાણુપણથી). અને આ પોપનિધન-પરમ બેધનું નિબંધન, પ્રધાન બોધનું કારણ હોય છે,-વચનપ્રામાયથી જ,