________________
આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન
(૭૫) આખા વિશ્વમાં ફેલાઈ રહે છે. તથાપિ ચંદ્ર જેમ ગગનમાં જ રહી ભૂમિને પ્રકાશે છે, કાંઈ ભૂમિરૂપ તે થઈ જતો નથી, તેમ ચિદાકાશમાં સ્થિતિ કરતો આ બે–ચંદ્ર પણ શેયરૂપ વિશ્વને પ્રકાશે છે, પણ વિશ્વરૂપ બની જતો નથી. કારણ કે “શુદ્ધ દ્રવ્યનું * સ્વરસભવન–પરિણમન થયું તો સ્વભાવનું શું બાકી રહ્યું? કાંઈ જ નહિં, તે જ પૂર્ણ સ્વભાવ થયે. અને અન્ય દ્રવ્યરૂપ તે જે થઈ જાય, તો તે શું એનો સ્વભાવ થયે? નહિં જ. કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવું તે તે સ્વભાવ નહિં, પરભાવ જ છે. દષ્ટાંત-ચાંદની ભૂમિને વરાવે છે, પણ ભૂમિ કાંઈ તેની થઈ જતી નથી. તેમ જ્ઞાન પણ શેયને સદા જાણે છે, પણ સેય વિશ્વ જ્ઞાનનું–આત્માનું કદી બની જતું નથી,-” આમ જ્ઞાની મહાત્માઓએ કહ્યું છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કેઈ કાળે તેમ થતું નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ બ્રાંતિ છે.”
–સમર્થ તત્ત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી (અંક (૮૩૩)-૭૬૦) આમ આ “પર” દષ્ટિને ચંદ્રની ઉપમા બરાબર ઘટે છે. કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સ્થિત રહી અત્રે વિશ્વપ્રકાશકતા હોય છે, વિશ્વવ્યાપકતા હોતી નથી, આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ હોય છે, પરભાવને પ્રવેશ પણ થતું નથી; શુદ્ધ “અદ્વૈત અવસ્થા હોય છે. અને આમ હોવાથી આ પર દષ્ટિને બેધ– સદા સદ્ધયાનરૂપ જ હોય છે. અત્રે નિરંતરપણે પરમ આત્મસમાધિ જ વતે છે.
આ ગીશ્વરની સહજાન્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે નિર્વિકલ્પ પરભાવનું જે દ્રત હતું તે સર્વથા દૂર થયું છે, એટલે પરમ શુદ્ધ ધ્યાનસુખ અદ્વૈતભાવે કેવલ એક આત્મસ્વરૂપમાં જ સહજ નિઃપ્રયાસ રમણતા
વત્ત છે. શદ્ધ નિઃપ્રયાસ નિજ ભાવ ભેગી યદા, આત્મક્ષેત્રે નહિં અન્ય રક્ષણ તદા; એક અસહાય નિઃસંગ નિદ્રતા, શક્તિ ઉત્સગની હોય સહુ વ્યક્તતા....ધમ”—શ્રી દેવચંદ્રજી
નિર્વિકલ૫–આ પરમ ધ નિવિકલ્પ જ હોય છે. આમાં ક્યારેય પણ કોઈ પણ વિકલ્પ ઊઠવાને અસંભવ છે. આમ અત્રે નિર્વિકલપ આત્મસમાધિ હોય છે. ધ્યાતા,
* “शुद्धद्रव्यस्वरसभवनातिक स्वभावस्य शेषमन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्त्रभाव:। ज्योत्स्नारूप स्नपयति भुवं नैव तस्यास्ति भूमिજ્ઞ જ્ઞચ જાતિ પર જ્ઞાનઘારિત તૈa || – શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસારકલશ