________________
મિત્રાદ્રષ્ટિ : વિધિથી સત્પુરુષની સેવા
(૧૩૧)
શકાય છે. એવી સેવાને સુઅવસર મળવા એ પરમ અહેાભાગ્યની વાત છે. વૈયાવચ્ચ પણ વ્યાવૃત્ત ભાવ એ વૈયાવૃત્ત્વનું લક્ષણ છે, વ્યાવૃત્તભાવ એટલે જેમાંથી અહંત્વ ચાગમીજ મમત્વ આદિ ભાવે। વ્યાવૃત્ત-નિવૃત્ત થયા છે, પાછા હઠી ગયા છે તે. વૈયાવચ્ચે-સેવાધમ એવા હેાવા જોઇએ કે તેમાં અહંકાર, મમકાર, આશ’સા (ફલ–આશા) વગેરે દુષ્ટ ભાવેા દૂર થઇ ગયા હોય. અથવા તેા તેને વ્યાધિ * વગેરે આવી પડચે, તેને પેાતાની શક્તિ પ્રમાણે સમ્યક્ પ્રતીકાર કરવા, નિવારણ કરવું, તેનું નામ વૈયાવૃત્ત્વ-વૈયાવચ્ચ છે.' આવુ. વૈયાવચ્ચ સદ્ગુરુ-સત્તાધુ આદિ પ્રત્યે આહાર–ઔષધદાન વગેરે વડે શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે કરવા ચેાગ્ય છે. આ વિધિમાં ખાસ કરીને નીચેના મુદ્દા વિવેકપૂર્ણાંક લક્ષમાં રાખવા ચેાગ્ય છે ઃ—
(૧) એક તે પુરુષવિશેષજે પુરુષ પ્રત્યે વૈયાવચ્ચ કરવાનું છે, તેની વય, શરીરપ્રકૃતિ, અવસ્થા-દશા વગેરે ધ્યાનમાં રાખવા જોઇએ. (૨) બીજું તેનેા ઉપકાર કેવા પ્રકારે થઈ શકે? કેમ કર્યું હેાય તે। આ સત્પુરુષ આત્મસાધનમાં નિરાબાધપણે પ્રવર્તી શકે? ઇત્યાદિ અપેક્ષા પણ લક્ષમાં લેવો જોઈએ. (૩) તે પ્રકારે પરમ નિરપેક્ષ, વિધિ પ્રમાણે દેહાદિમાં પણ સથા નિઃસ્પૃહ-નિરીહ મુનિ આદિ પ્રત્યે ઉપકાર કરતાં એટલે શુ' ? વાસ્તવિક રીતે હું આ મ્હારા પેાતાના આત્માને જ ઉપકાર કરૂ છું, હું આ વડે કરીને મ્હારા આત્માને જ આ સંસારસમુદ્રમાંથી ઉદ્ધાર કરૂ છું; હું ધન્ય છું કે આજે મને આવા પરમ સુપાત્ર મહાત્મા સત્પુરુષની સેવા કરવાના પરમ સુઅવસર સાંપડયા –ઇત્યાદિ પ્રકારે પેાતાના જ આત્માના ઉપકાર ચિતવવેા જોઈએ. (૪) આ જે વૈયાવચ્ચ–સેવા હું કરૂં છું, તે ભગવાનની આજ્ઞાનું પાલન કરૂ' છું, એમ ભાવવુ જોઇએ. (૫) આ વૈયાવચ્ચ સથા નિરાશ`સપણે કેઈ પણ જાતની આ લેાકપરલેાકની કામના સિવાય, ફૂલની અભિસધિ વિના, કુલ તાકયા વગર, કરવુ જોઈ એ. હું સેવા કરીશ–તે આ મુનિ આદિ મને કઈ લબ્ધિ-સિદ્ધિ બતાવી આપશે, મને કેઇ જ્યાતિષ મંત્ર-તંત્ર વગેરે ચમત્કાર દેખાડશે, મને એવા કેાઈ રૂડા આશીર્વાદ આપશે કે—જા અચ્ચા ! હારૂ' કલ્યાણ થશે', કે જેથી કરીને હું ધન-પુત્ર આદિ ઐહિક સિદ્ધિ પામીશ, અથવા પરલોકમાં મને આથી કરીને આવું આવુ. ફૂલ પ્રાપ્ત થશે; ઇત્યાદિ પ્રકારે આ ભવ-પરભવ સંબધી આશસા, દુષ્ટ ખાટી આશા વૈયાવચ્ચમાં સેવાધર્મીમાં ન હેાવી ઘટે. અને એટલા માટે જ અહી કહ્યુ' કે આમાં ખાસ કરીને શુદ્ધ આશય હોવા જોઈ પે, શુદ્ધ ચિત્તવૃત્તિ જ હોવી જોઇએ. આ સદ્ગુરુના સેવા-ભક્તિ અંગે સંત જ્ઞાનેશ્વરજી કહે છે કે- એ ગુરુસેવા તે સર્વી ભાગ્યાની જન્મભૂમિ જ છે. કારણ કે શેકવડે ગ્રસાયેલા જીવને એ બ્રહ્મસ્વરૂપ
*
विधीयते ।
व्याध्याद्युपनिपातेऽपि तेषां सम्यग् स्वशक्त्या यत्प्रतीकारे। वैयावृत्त्यं तदुच्यते । "
66
—શ્રી અમ્રુતચ’દ્રાચાર્યજીકૃત તત્ત્વા સાર,