________________
મિત્રાદષ્ટિ-સિદ્ધાન્ત લેખન-પૂજનાદિ
(૧૪૧)
તાદૃશ્ય સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવાનુ સ્વરૂપ જાણવામાં પરાવર્ત્તનની જરૂ૨ હાય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગશ્રુત-વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૪ (૭૫૫)
7
ઉગ્રહ—વિધિપૂર્વક શાસ્ર-સિદ્ધાંતનુ ઉગ્રહણ. આમાં ઉપધાન ક્રિયાને સમાવેશ થાય છે. તે તે શાસ્ત્રના અધિકારી થવા માટે, આત્મશુદ્ધિ અર્થે કરવામાં આવતી તે જ્ઞાનપૂર્વકની શુદ્ધ ક્રિયા છે. તેમાં સિદ્ધાન્તના બહુમાનપૂર્વક જ્ઞાનારાયનના પરમ ઉદાર હેતુ રહેલે છે. પણ જો માત્ર બાહ્ય આડંબર ને ક્રિયાજડપણામાં જ તેની પર્યાપ્તતા માનવામાં આવતી હેાય, તે તેના મૂળ ઇષ્ટ ઉદ્દેશ વિસરાઈ જાય છે, ને ‘સાપ ગયા ને લીસેાટા રહ્યા' તેના જેવું થાય છે ! ‘ધામધૂમે ધમાધમ ચલી, મેાક્ષમારગ રહ્યો દૂર રે' (શ્રી યશેાવિજયજી )–તેના જેવી કરુણુ સ્થિતિ થઇ પડે છે!
પ્રકાશના—પેાતાને જે સિદ્ધાન્તના બેષ થયેા હાય, તે ખીજા સુપાત્ર જિજ્ઞાસુ, મુમુક્ષુ, આત્માથી જીવ પાસે પ્રકાશવો, કહી દેખાડવો-પ્રગટ કરવો તે. કેાઈ જીવને ક્ષયાપશમ પ્રબળ હેાય, સમજણુ સારી હાય, તે નિરભિમાનપણે ઊંચેથી સ્વાધ્યાય કરતા હોય એવી રીતે તે તેના અનુ. વિવેચનાદરૂપે પ્રકાશન કરે, તે વક્તા શ્રેાતા બન્નેને લાભકર્તા થાય છે, સ્વ–પરને ઉપકારી થાય છે.* શ્રોતાને લાભ થાય કે ન થાય, પણ વક્તાને તે થાય જ છે; આ ગ્રંથના અર્થનું પ્રકાશન એ જ એને પરમા લાભનું કારણ છે. સ્વાધ્યાય—એટલે સઝાય તેના વાચના આદિ આ ચાર પ્રકાર છે:—
(૧) વાંચના——એટલે વિનય સહિત નિરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્ર સિદ્ધાંતના મર્મના જાણનાર ગુરુ સત્પુરુષ સમીપે સૂત્ર તત્ત્વનું વાંચન લઈ એ, તેનું નામ વાંચના આલબન. (૨) પૃચ્છના—અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિતેશ્વર ભગવતના માર્ગ દીપાવવાને તથા શકાશલ્ય નિવારવાને માટે, તેમ જ અન્યના તત્ત્વની મધ્યસ્થ પરીક્ષા માટે, યથાગ્ય વિનય સહિત શુર્વાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. (૩) પરાવર્ત્તના પૂર્વે જિનભાષિત સૂત્રા જે ભણ્યા હાઈએ તે સ્મરણમાં રહેવા માટે, નિજ રાને અર્થે, શુદ્ધ ઉપયેગ સહિત શુદ્ધ સૂત્રાની વારવાર સજ્ઝાય કરીએ, તેનુ' નામ પરાવર્ત્તનાલ બન. (૪) ધ કથા—વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે, તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષે કરીને, નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિતિગિચ્છા રહિતપણે, પેાતાની નિર્જરાને અર્થે સભા મધ્યે તે ભાવ તેવા પ્રણીત કરીએ, કે જેથી સાંભળનાર, સહનાર અને ભગવંતની આજ્ઞાના આરાધક થાય, એ ધર્મ કથાલ મન કહીએ. ’–શ્રી મેાક્ષમાળા, પાઠ ૭૫
*
ઃ
न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततेा हितश्रवणात् ।
ન્રુતે સુપ્રબુદ્ધા વવતુવેાન્તતે મવત્તિ | ’—શ્રી ઉમાસ્વાતિ મહારાજ