________________
મિત્રાદૃષ્ટિ : નિષ્કામ ભક્તિ
(૧૨૩)
થાય નહિ, અંધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હાય, અને લેાકની વાહવાહની કે લૌકિક રીતની બીલકુલ પરવા ન હેાય,−એવી સ’શુદ્ધ ભક્તિ જ આ ચેગર્દષ્ટિવાળા ખરેખરા વૈરાગી જોગીજને કરે છે.
શ્રી શીતલ જિન લેટિયે, કરી ભકતે ચાખ્ખુ ચિત્ત હા.' —શ્રી યશાવિજયજી
૩. નિષ્કામપણું
સંશુદ્ધનું ત્રીજુ લક્ષણ ફેલ અભિસધિ રહિતપણું છે. સશુદ્ધ અનુષ્ઠાન ફલની કામના વિનાનું ડાય. ભક્તિ વગેરે નિદાન રહિત, નિષ્કામ હોય, તેા જ સશુદ્ધ લેખાય. ઉપરમાં સંજ્ઞાનિરોધ કહ્યો, તેમાં લેભસંજ્ઞાના અભાવે ફલકામનાને અભાવ છે, તે પછી આ જૂદું લગ્રહણ કેમ કર્યુ? તેનેા ઉત્તર એ છે કે પહેલાં જે કહ્યું હતું, તે તે ભવસ'ખ'ધી ફૂલની અપેક્ષાએ કહ્યુ હતું, અને આ જે કહ્યું તે પરભવ સંબંધી ફૂલની અપેક્ષાએ કહ્યું છે. એટલે કે પરભવમાં મને આ ભક્તિ વગેરેના પ્રભાવે, સામાનિક દેવ વગેરેની ઋદ્ધિ સાંપડે’ઇત્યાદિ પરભવ સંબધી ફૂલની કામના, નિદાન-નિયાણું ન હેાય, તે જ સશુદ્ધ ભક્તિ આદિ કહેવાય; ફૂલની કામના—દાનત હેાય, તે સશુદ્ધ ન કહેવાય. કારણુ તેવી કામના સારી નથી, તેથી તેનાથી પ્રાપ્ત થતું ફૂલ પણુ સારૂ નથી, અને તે મેાક્ષપ્રાપ્તિમાં આડા પ્રતિબંધરૂપ-અટકાયતરૂપ થઈ પડે છે. કોઈ પણ પ્રકારની કામના વિનાનું– ફળની આશા વિનાનું, એવુ જે નિષ્કામ ભક્તિ આદિ અનુષ્ઠાન છે, તે જ મેાક્ષનું સાધન છે.
પણ તેમાં જો સ્વપ્રતિબધ હાય, એટલે કે પ્રભુભક્તિના કુશલ ચિત્ત આદિમાં જ પ્રતિષ્ઠ'ધ કરાય, ત્યાં જ આસંગા-માસક્તિ રખાય, તેા તે કુશલચિત્તા≠િ પણ તે જ સ્થાને સ્થિતિ કરાવનાર થઈ પડે, ત્યાં જ અટકાવી દે, જીવની આત્મદશા વધવા દે. અત્રે શ્રી ગૌતમસ્વામીજીનું પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. × તેમને ભગવાન મહાવીર પ્રત્યે અત્યંત કુશલ ચિત્ત, બહુમાન, પ્રશસ્ત રાગ હતો. પણ તે રાગ જ ઊલટા તેમને મુક્તિ પ્રાપ્તિમાં અવરોધરૂપ-પ્રતિષધરૂપ થઇ પડયો ! જ્યાંલગી તેમનેા તે રાગ ગયા નહિ; ત્યાંલગી તેમને કેવળજ્ઞાન થયું નહિ. જેવા રાગ ગયા કે તરત કેવળજ્ઞાન થયું. આ ઉપરથી સાર એ સમજવાને છે કે—પ્રભુપ્રત્યે પણ પ્રશસ્ત રાગ માત્રથી અટકી જવાનું નથી, પણ નીરાગીને સેવી નીરાગિતા પ્રાપ્ત કરવાના સતત લક્ષ રાખી આગળ વધવાનુ છે.
વીતરાગ શું હા જે રાગ વિશુદ્ધ કે, તેહી જ ભવ ભય વારણેા.' —શ્રી દેવચ'દ્રજી આમ આવું નિષ્કામ ભક્તિ આદિ અનુષ્ઠાન જ યાગસિદ્ધિનું સાધક થાય છે. કારણ કે જે શાલિનું ખીજ ન હાય તેમાંથી કાઈ કાળે શાલિને અંકુર ફૂટે નહિ; અને શાલિ
X प्रतिबन्धकनिष्ठं तु स्वतः सुन्दरमप्यदः ।
66
તસ્થાનસ્થિતિ ાયંત્ર વીરે ગૌતમાનવત્ ।। ′′—શ્રી યશોવિજયકૃત દ્વા॰ દ્વા