________________
(૬૨)
યોગદૃષ્ટિસમુચ્ચય
અત્રે ચારિ=ચરા, સજીવની=સજીવન કરે એવા ઔષધિવિશેષ, ચાર–ચરવું તે. ચરામાં સ'જીવની માટે ચરવું તે ચારિસ જીવનીચાર ન્યાય—દૃષ્ટાંત. આના ભાવાર્થ આ કથા ઉપરથી સમજી શકાય છે :
સ્વસ્તિમતી' નામની નગરજનાથી ભરેલી એવી નગરી હતી. તેમાં બ્રાહ્મણની કેાઈ પુત્રી હતી, તથા તેની એક સખી હતી, અને તે જ તેના નિરવધિ પ્રેમનું પરમ પાત્ર હતી. પછી તે બંનેને વિવાહ થયા, એટલે ખને જૂદા જૂદા સ્થાને રહેવા લાગી.
પછી એક દિવસ દ્વિજપુત્રીને ‘ સખી કેમ હશે ? ’ એમ ચિતા ઉપજી. એટલે તે પરાણા દાખલ તેને ત્યાં ગઈ, ને જોયુ તે તેને વિષાદમાં–શાકમાં ડૂબી ગયેલી દીઠી. એથી તેને પૂછ્યું'— ‘સખી ? ત્હારૂં મુખ આટલું બધું કેમ લેવાઇ ગયું છે ?' તેણે કહ્યું-‘હું પાપણી પતિની ખાખતમાં દુર્ભાગી—કમનશીખ છું.' સખી દ્વિજપુત્રીએ કહ્યું-‘તું વિષાદ મકર ! આ વિષાદમાં ને વિશ્વમાં કાંઇ ફેર નથી, વિષાદ (શેાક ) વિષ જેવો છે. હું ત્હારા પતિને મૂળિયાના પ્રભાવથી વૃષભ (બળિયા) બનાવી દઈશ.' એમ કહી તેને મૂળિયુ' આપી તે પેાતાના નિવાસસ્થાને ગઇ.
પછી તે નાખુશ મનવાળી બ્રાહ્મણપુત્રીએ તે મૂળિયુ· પેાતાના પતિને આપ્યું, કે તરત જ તે ભરાવદાર ખાંધવાળા બળદ બની ગયા. એટલે પછી પશ્ચાત્તાપથી તે હૃદયમાં દીલગીર થઈ કે—હવે આ પુન: સર્વ કાર્ટીમાં સમથ એવો પુરુષ કેમ થાય ? પછી તે તેને બળદોના જૂથની સાથે રાજ બહાર ચારા ચરાવવા લાગી.
પછી એક દિવસ તે વૃષભ વડના ઝાડ નીચે વિશ્રામ લેતા હતા ત્યાં તેની શાખામાં વિશ્રાંતિ લઇ રહેલા વિદ્યાધર યુગલને પરસ્પર વાર્તાલાપ ચાલવા લાગ્યા. તેમાં વિદ્યાધર એલ્બે- ત્રે આ વૃષભ છે તે સ્વભાવથી નથી, પણ વિપરીત ગુણથી ઉપજ્યા છે. ' તેની પત્નીએ કહ્યું – તે પુનઃ પુરુષ કેમ થાય ?” તેણે કહ્યુ - ખીજા મૂળિયાના ઉપયોગથી. ’ વિદ્યાધરીએ પૂછ્યું-તે કયાં છે?' તેણે કહ્યું- તે આ ઝાડની નીચે છે. '
આ સાંભળીને,—જેને મનમાં પશ્ચાત્તાપ ઉપજ્યું હતેા, એવી તે પશુ-પત્નીએ (બ્રાહ્મણીએ) ભેદને નહિં જાણુતા એવા તે વૃષભને તે બધા ચારા ચરાવવા માંડયો, તે ચરવા માટે છૂટાં મૂકી દીધા. એટલે ચરતાં ચરતાં તે મૂળિયું ખાવામાં આવતાં, તે વૃષભ તરત જ પુરુષ થઈ ગયા.
આમ પરમ નિષ્પક્ષપાતપણુ' સૂચવતું આ દૃષ્ટાંત છે. આમાં કોઈ પણ દર્શોનના-મતને આગ્રહ નથી. પશુ ચારેકેર ચરી-ફરી સાચા તત્ત્વજિજ્ઞાસુને મધ્યસ્થતાથી ‘સ'જીવની' તત્ત્વ શોધી કાઢવાને નિલ એધ છે. ‘આદિ ક’વતાને એટલે ધર્મ માગની શરૂઆત કરનારાને માર્ગ અવતારવા માટે આ નીતિ અતિ ઉત્તમ છે.