________________
(૭૨)
યોગદૃષ્ટિસમુચ્ચય હોય છે, –આમ તેનો આત્મા જ ભક્તિભાવમય બની જાય છે. ભૂતકાળના સમસ્ત કર્મષથી આત્માને પાછો વાળી-નિવર્તાવી, તેનો આત્મા પોતે પ્રતિક્રમણરૂપ થાય છે. ભવિષ્યકાળના સમસ્ત કર્મષથી આત્માને નિવર્તાવી-પાછો વાળી તેને આત્મા પોતે પ્રત્યાખ્યાનસ્વરૂપ બને છે. વર્તમાનકાળના સમસ્ત દોષને દષ્ટપણે દેખતે રહી–તેમાં આત્મભાવ છેડી આલોચતે રહી, તેને આત્મા સાક્ષાત્ આલેચનારૂપ બની જાય છે. આમ નિત્ય પ્રત્યાખ્યાન કરતો, નિત્ય પ્રતિક્રમણ કરતે, નિત્ય આચના કરતે, તેને આત્મા પોતે ચારિત્રરૂપ બને છે. આમ હોવાથી આ સપુરુષનું અનુષ્ઠાન આચરણ-ચારિત્ર આવું હોય છે
૧. નિરતિચાર–સમસ્ત પર ભાવના પર્શ વિનાનું હોવાથી, તેમાં કઈ અતિચાર દેષ હેત નથી, પર ભાવમાં ગમનરૂપ અતિચરણ (Transgression) થતું નથી.
૨. શુદ્ધોપગ અનુસારી–શુદ્ધ ઉપગને–આત્મસ્વરૂપને અનુસરનારું આ આત્મદશી પુરુષનું અનુષ્ઠાન હોય છે. હું જલમાં કમલપત્રની જેમ અબદ્ધપૃષ્ટX છું– નિલેપ છું, કોઈ પણ અન્ય ભાવને મહારામાં પ્રવેશ નહિં હોવાથી હું અનન્ય છું, સમુદ્રની જેમ મહારો આત્મસ્વભાવ નિત્ય વ્યવસ્થિત હોવાથી હું નિયત છું, પર્યાયદષ્ટિ છેડીને દેખતાં હું અવિશેષ છું, સુવર્ણની જેમ એક અખંડ દ્રવ્ય છું, મહારા બોધબીજ સ્વભાવને અપેક્ષીને જોતાં હું કર્મ જન્ય મહાદિથી અસંયુકત છું. એમ શુદ્ધ આત્માની ભાવના તે પુરુષ ભાવ્યા કરે છે, ને “શુદ્ધ નિરંજન એક આત્માનું ચિંતન કરતાં નિર્વિકલ્પ રસનું પાન કર્યા કરે છે.
“પર્યાયષ્ટિ ન દીજિયે, એક જ કનક અભંગ રે. “નિર્વિકલ્પ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે.”—શ્રી આનંદઘનજી
“આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન રે.” (શ્રીમદ રાજચંદ્ર) ૩. વિશિષ્ટ અપ્રમાદયુક્ત–આવી શુદ્ધ આત્મભાવનાથી ભાવિત હોવાથી, આ સપુરુષને સ્વરૂપશ્રુતિરૂપ–સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ થતો નથી, અને વિષય-કષાય-રાગદ્વેષાદિની ક્ષીણતા વતે છે.
૪. વિનિગપ્રધાન–જે જ્ઞાન-દર્શન કરી જાણ્યું, પ્રતીત્યું, આચર્યું, તેને આ પુરુષ સમ્યફ વિનિયેગ-યથાસ્થાને નિજન કરી, (Practical application) બીજા જીવોને ધર્મમાં જેડે છે, જેથી પોતાની ધર્મપરંપરા તૂટતી નથી. .
* “णिच्चं पच्चक्खाणं कुव्वइ णिच्चं य पडिक्कमदि जो।
ળિ કાઢોયરૂ વે ટુ વરિત્ત ટુરૂ વચા ''– શ્રી સમયસાર x “जो पस्सदि अप्पाणं अबद्धपुढं अणण्णयं णियदं । વિસમizત્ત તું સુદ્ધાર્ચ વિયાળાદિ છે ”– શ્રી સમયસાર