________________
ઈચ્છાયોગ
(૧૩) ઈચ્છાનું પ્રધાનપણું–મુખ્યપણું છે, તેનું નામ “ઈચ્છાગ” છે. તેવા ઈચ્છાયેગવાળો પુરુષ શાસ્ત્રવેત્તા અને સમ્યગજ્ઞાની હોય છે, પણ તેમ હોવા છતાં હજુ વિકથા વગેરે પ્રમાદને લીધે, તેને તે ધર્મવ્યાપાર વિકલ એટલે કે ખેડખાંપણવાળ-અસંપૂર્ણ છે. આમ ઈચ્છાગી પુરુષનાં મુખ્ય લક્ષણ આ છેઃ-(૧) ધર્મ કરવાની ઈચ્છા, (૨) કૃતાર્થ-શ્રુતજ્ઞાનીપણું. (૩) સમ્યજ્ઞાનીપણું, સમ્યગૃષ્ટિપણું. (૪) છતાં પ્રમાદજન્ય વિકલપણું. ૧. ધર્મ કરવાની ઈચ્છા–પ્રથમ તો તે પુરુષ ધર્મકાર્ય કરવાની સાચેસાચી,
ખરેખરી, નિર્દભ, નિષ્કપટ, નિર્વ્યાજ અંતરંગ ઇચ્છાવાળો ધર્મ કરવાની હોવો જોઈએ. કારણકે જેમ સંસાર-વ્યવહારમાં પ્રથમ કોઈ પણ કૃત્ય ઈચ્છા કરવાની ઈચ્છા થાય છે, ને તે પછી જ તેમાં પ્રવૃત્તિ થાય છે, તેમ
પરમાર્થમાં પણ પ્રથમ તે ધર્મકૃત્ય કરવાની સાચી અંતરંગ ઈચ્છા ઉપજવી જોઈએ, તે ધર્મનું પહેલું પગથિયું છે. ધર્મ પ્રત્યેની એટલે કે મક્ષસાધન પ્રત્યેની તેવી અંતરંગ ઈછા, પરમ ચિ. પરમ પ્રીતિ, ભક્તિ ભાવ, પ્રશસ્ત રાગ, સાચે “રંગ” જ્યાં લગી ન હોય, ત્યાં લગી ધર્મક્રિયામાં સારો રસ ઉપજતું નથી, “છાર પર લિપણ” જેવી નીરસ શુષ્ક ક્રિયા યંત્રવત્ જડપણે થયા કરે છે, પણ તેમાં જોઈએ તેવી મજા આવતી નથી. અમૃતસરોવર ભર્યું હોય, પણ તેની ઓર મીઠાશ તે તૃષાતુરને જ આવે છે. ભેજનની ખરી મીઠાશ સાચી ભૂખ લાગી હોય તેને જ આવે છે, માટે ધર્મની સાચી ઈચ્છા, તમન્ના, લગની લાગવી જોઈએ, એ સૌથી પ્રથમ જરૂરનું છે.
એટલે જે સાચા “ જોગીજન છે, તેમનામાં તે તેની સાચી ઇચ્છા હોવી જ જોઈએ, એ ગની પ્રથમ ભૂમિકા છે. અને તે જોગીજનને ઈચ્છા પણ શી છે? “મૂળ શુદ્ધ તે આત્મપદ' રૂપ શુદ્ધ ધર્મની-મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજી ઇચ્છા તે મુમુક્ષુ આત્માથી જોગીજનોને હોતી જ નથી. તેઓને તે એક આત્માર્થનું જ કામ હોય છે, બીજે મનરોગ હોતો નથી.
ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનવરૂપ.”
“કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરેગ.” પરિચયી ! તમને હું ભલામણ કરું છું કે તમે ગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરો.” તૃષાતુરને પાયાની મહેનત કરો, અતૃષાતુરને તૃષાતર થવાની જિજ્ઞાસા પેદા કરજે.”
–શ્રીમદ્ રાજચંદ્રજી
ઈત્યાદિ.