________________
(૨૨)
ગદષ્ટિસમુચ્ચય વિનિશ્ચય થાય છે, અને તેથી કરીને તેને સમ્યફ પ્રતીતિવાળી, ખરેખરી ખાત્રીવાળી (Real conviction) અંતરાત્મામાં હૃદયમાં ઠસી જાય એવી સચોટ અંતરંગ શ્રદ્ધા ઉપજે છે. આનું નામ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા છે. અથવા તો આ શ્રદ્ધાને બીજે આજ્ઞા પ્રધાન પ્રકાર પણ આ શાસ્ત્રોગીને હોય છે.
અમુક પુરુષ આપ્ત છે, વિશ્વાસપાત્ર છે, વિશ્વાસ રાખવા ગ્ય છે, એવા આજ્ઞા પ્રધાન પુરુષપ્રામાણ્યથી-પુરુષપ્રતીતિથી આ શ્રદ્ધા ઉપજે છે. અને તે આપ્ત શ્રદ્ધા પુરુષ તો રાગ-દ્વેષ-મેહ આદિ દોષથી રહિત એવો નિર્દોષ નિર્વિકાર
વીતરાગ પુરુષ જ હોઈ શકે, એટલે એવા આપ્ત પુરુષનું વચન પરમ પ્રમાણ છે, પરમ પ્રતીતિ યોગ્ય છે, “તહત્તિ' કરવા યોગ્ય છે, એવી તેને શ્રદ્ધા હોય છે. કારણ કે તે એમ ભાવે છે કે વીતરાગે કહેલું તત્ત્વસૂમ છે, હેતુઓથી તે હણી શકાતું નથી, અને તે આજ્ઞા ગ્રાહ્ય (આજ્ઞાથી ગ્રહણ કરવા યોગ્ય) છે, કારણ કે વીતરાગ અન્યથા કહે નહિ.” માટે હારે એ વીતરાગ વચનમાં સંશયનું બીજ પણ ઊગવા દેવું યોગ્ય નથી.
કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા કઈ અન્ય કારણથી મારા સમજવામાં તે તત્ત્વ આવતું નથી, પરંતુ અહંત ભગવંતે અંશમાત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ. કારણ એઓ નિરાગી, ત્યાગી અને નિસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહિં. તેમ એઓ સર્વજ્ઞ, સર્વદશી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહિ.”
“તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
નિર્દોષ નરનું કથન માને તેહ જેણે અનુભવ્યું.” સંશય બીજ ઉગે નહિં અંદર, જે જિનના કથન અવધારૂં, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું.”
શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી મોક્ષમાળા. તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો; પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે..અપૂર્વ અવસર”_શ્રીમદ્ રાજચંદ્રજી “આજ્ઞા આરાધન વિના, કિમ ગુણસિદ્ધિ થાય?” “દાન તપ શીલ વ્રત, નાથ આશુ વિના,
થઈ બાધક કરે ભવ ઉપાધિ.” “દેવચંદ્ર આણામેં ખેલે, ઉત્તમ યુહિ પ્રસિદ્ધ રે” –શ્રી દેવચંદ્રજી *" सूक्ष्म जिनोदितं तत्त्वं हेतुभ व हन्यते । आज्ञाग्राह्य हि तद् ग्राह्यं नान्यथा हादिनी जिनाः ॥"
- આલાપપદ્ધતિ, " तमेव सच्चं निःसंकं जं जिणेहिं पवेइ।"
શ્રી આચારાંગસુત્ર,