Book Title: Yasho Bharti Author(s): Kumarpal Desai Publisher: Chandroday Charitable Religious Trust View full book textPage 9
________________ (શ્રી યશોવિજ્યજી ગણિવરની ગુણાનુવાદ-સ્તુતિ આ. વિજય હેમચંદ્રસૂરિ (સવૈયા છંદ) શ્રી જિનશાસનના જ્યોતિર્ધર, પ્રબલ પ્રતાપી, પુણ્યાત્મા, ન્યાય વિશારદ ન્યાયાચાર્ય વળી જે, સંયમ શુદ્ધાત્મા, અગણિત ગ્રન્થ રચીને જેણે, કીધો મહાશાસન ઉપકાર, વાચકવર એ જસ ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર / ૧ / ગુર્જર દેશે ગામ “કનોડુ', કર્યું પાવન નિજ જન્મ થકી, સોહાગદે જસમાત, તાત નામે નારાયણ પાસે વળી, નામ હતું જશવન્ત તથા જસ બંધવ પાસિંહ સુખકાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર # ૨ પૂર્વજન્મના શુભ સંસ્કારે, બાલ્ય થકી જે વૈરાગી, પંડિત નય ગુરુવર-ઉપદેશે, સંયમ લેવા લય લાગી, છકી સવિ જંજાળ જગતની, શિશુવયમાં જેથયાઅણગાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર | ૩ | કાશી જઈ નિજ ગુરુવરની સાથે, નદી ગંગાને તીર રહ્યા, જાપ કર્યો વાર મંત્રનો, તૂઠી શારદ દેવી તહીં, લહી વરદાન બન્યા જે જગમાં, મહાપંડિતને કવિશિરદાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર + ૪ો કાશીમાં ત્રણ વર્ષ રહ્યા ને, ચાર વર્ષ આગ્રામાં વાસ, ભટ્ટાચાર્ય કને ન્યાયાદિ, દર્શનનો કીધો અભ્યાસ, ચિન્તામણિ-મહાગ્રન્થ તો જેની, જીભે રમતો સાંજ-સવાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર || પીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 302