________________
આમ, ગિરિરાજની યાત્રાના દઢ સંકલ્પ જ માણેકચંદને યક્ષરાજ માણિભદ્ર બનાવી દીધા. યક્ષરાજ-શ્રી માણિભદ્રજી :
તેઓ કયા દેવ થયા છે એ બાબતમાં ઘણાના મનમાં જે તે સમજણો પ્રવર્તે છે પણ તે દૂર કરીને સાચી સમજણ મેળવવી જોઈએ. તેઓ વીર નહિ પણ યક્ષ તરીકે ઉત્પન્ન થયા છે. વ્યરનિકાયના દેવના જે આઠ પ્રકારો છે તે પૈકી પાંચમા યક્ષ તરીકેના પ્રકારમાં તેઓ આવે છે. ત્યાં તેઓ ઇન્દ્ર તરીકે થયા છે અને એકાવનારી છે. બાવન વીર અને ચોસઠ જોગણીઓ તેમની સેવા કરે છે તથા વીશ હજાર સામાનિક દેવો તેમની સાથે રહે છે. પ્રસ્તુત પ્રકાશન અંગેઃ
આજીવન સાહિત્યસેવી શ્રી નંદલાલ દેવલુકે પોતાના જીવનમાં કોઈને પણ હેરત પમાડે તેવાં ભગીરથ કાર્યો કર્યાં છે.
મોટી મોટી સંસ્થા અનેક માણસોનો સ્ટાફ રાખીને પણ જે કાર્ય ન કરી શકે તેવા કાર્યો તેમણે એકલે હાથે કર્યા છે. કહો કે લાકડાની તલવારે તેઓ ઝઝૂમ્યા છે. અનેક દળદાર ગ્રંથોની જેમ યક્ષરાજ શ્રી માણિભદ્રની ભક્તિથી પ્રેરાઈને તેઓએ અનેક ઐતિહાસિક ફોટાઓ સાથે ભિન્ન ભિન્ન લેખકો પાસેથી લેખો મંગાવી એને પરિમાર્જિત કરી આ મહાગ્રંથ તૈયાર કરેલ છે.
અનેક પ્રકારની જવાબદારીઓ વચ્ચે કેટલીયે મુશ્કેલીઓને પાર કરી આવા કાર્યને સાંગોપાંગ પૂર્ણ થતાં જ્યારે જોઈએ છીએ ત્યારે સાચે જ સહસા આપણા મુખમાંથી શતશઃ ધન્યવાદ આપોઆપ નીકળી જાય છે.
શ્રી દેવલુક પોતાની સાહિત્યયાત્રામાં વણથંભી આગેકૂચ કરતાં કરતાં પોતાના લક્ષ્યાંકો સહેલાઈથી પાર પામે એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના.
અભિનંદન અને અનુમોદના * સૌજન્યનિધિ નંદલાલભાઈ દેવલુક યોગ, ભાવનગર
ધર્મલાભ ! તમોએ સંપાદન કરીને પ્રકાશિત કરેલ મહામણિ ચિંતામણિ શ્રી ગુરુગૌતમ સ્વામી પુસ્તક જોયું, વાંચ્યું અને માર્યું પણ ખરું. ગ્રંથનું સંપાદન ખૂબ જ ઉત્તમ છે, સાહિત્ય પણ કસદાર છે. વિભાગો અને વિષયોની ગોઠવણી પણ બરોબર થઈ છે. શરૂઆતમાં ફોટાઓ આપ્યા છે તેણે વળી આ ગ્રંથની શોભામાં ચાર ચાંદ લગાડી દીધા છે. જે કાર્ય કોઈ સંસ્થા પણ મહામહેનતે પાર પાડી શકે એવું ભગીરથ કાર્ય તમે એકલે હાથે પાર પાડ્યું છે તે બદલ તમોને ધન્યવાદ, આવું ઉત્તમ પ્રકાશન કરીને જૈન શાસનની તમોએ ખૂબ જ સુંદર સેવા કરી છે, તેની અનુમોદના કરીએ છીએ. અંતરની શુભ કામના.
આચાર્ય વિજયરત્નભૂષણસૂરિ * સાહિત્ય સર્જનહાર નંદલાલભાઈ,
ધર્મલાભ ! તમોએ સુંદર ગ્રંથોનું સર્જન કરીને ધર્મપ્રેમી આત્માઓને સુંદર ભેટ આપી છે. જે વાંચશે, વંચાવશે, વિચારશે તેને પ્રભુશાસન પ્રત્યે જરૂર અહોભાવ વધશે. સકાર્યમાં જે સમયે ગયો તે સોનું બની જાય છે. જયાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી ધર્મબુદ્ધિ મળે, ધર્મશ્રદ્ધા બળવાન બને, આરાધના-આરાધક ભાવ વધે. અનંત-અનંત વંદન ધ્વાસે શ્વાસ શ્રી જિનશાસન જ.
આચાર્યવિજયપ્રભાકરસૂરિમુનિ જિનરક્ષિતવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org