Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 819
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 803 પુત્રી પ્રેમથી વ્યંતરપિતાદેવે બચાવી રક્ષા કરી અને પ્રત્યેક બુદ્ધ નગગતિ સાથે પરણાવી પ્રત્યુપકાર વાળ્યો. ૩૩– આયંબિલ તપના પ્રતાપે તપતપતો દ્વૈપાયન દેવ દ્વારિકાનો નાશ ૧૨ વરસો સુધી ન કરી શક્યો પણ એક દિવસ સૌને તપ વગરના પ્રમાદમાં પડેલા જાણી તક ઝડપી નગરી બાળી નાખી. - ૩૪-નિઃસ્પૃહી તપસ્વી ક્ષેમર્ષિ મુનિના કક્કાવારી પદાર્થોના અભિગ્રહો દેવતાઈ ચમત્કાર રૂપે એક પછી એક પૂર્ણ થયા અને જે જે ઇચ્છયું તેની જ ગોચરી મળતાં અનેક દિવસોના ઉપવાસનું પારણું થયું. ૩પ- વર્ધમાન તપની ચાલુ છેલ્લી સોમી (૧૦૦ મી) ઓળી દરમ્યાન જ પૂ.આ. વર્ધમાનસૂરીશ્વરજી મ.સા. કાળધર્મ પામ્યા ને શુભ ધ્યાનથી શંખેશ્વરજીના અધિષ્ઠાયક દેવ બન્યા છે, જેઓનો પ્રગટ પ્રભાવ અનેકોને થયો ને થાય છે. અધિષ્ઠાયક દેવ જાગૃત છે, તેવી લોકોક્તિ પ્રચલિત છે. - ૩૬-દેવચંદ્રસૂરિજી, હેમચંદ્રસૂરિજી તથા મલયગિરિ મ. સા.એ મુનિ અવસ્થામાં બ્રહ્મચર્યની પ્રખર સમૂહ–સાધના કરી, સ્ત્રીના નગ્ન દેહ સામે જ આરાધના છતાંયે ત્રણેય નિર્વિકારી રહ્યા તેથી ૧૧મા દિવસે જ દેવે દર્શન આપ્યા, અને તેના વરદાનથી કમથી ત્રણેય મહાત્માઓને બાવન વીરો વશ થયા, રાજપ્રતિબોધક શક્તિ મળી અને મલયગિરિજીને સિદ્ધાંતોની વૃત્તિ રચવાની અનુકૂળતાઓ. - ૩૭– બાળ સુરપાળ વૈરાગ્યથી દીક્ષિત થયા અને વિદ્યાદેવીને સાધવા સંકલ્પપૂર્વક જાપ કરવા લાગ્યા. શુદ્ધિના પ્રકર્ષથી થયેલ ઉપલબ્ધિઓ વચ્ચે સરસ્વતી દેવી સ્વયં નિર્વસ્ત્રાવસ્થા જેવી અવસ્થામાં સામે આવ્યાં ને મુનિવરે લજ્જા વ્યક્ત કરી. દેવીની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં જ મુનિને વાદમાં અજેય બનવાનું વરદાન આપ્યું, જેથી તેઓ વાદવિજેતા બપ્પભટ્ટસૂરિ બન્યા ને અનેક શ્લોકો–શાસ્ત્રો ભણ્યા. - ૩૮- વીર પ્રભુની ૧૯મી પાટે થયેલ માનદેવસૂરિજીની આચાર્ય પદવી વખતે તેમની નિઃસ્પૃહતાને કારણે લક્ષ્મી-સરસ્વતી બંને પ્રગટ થયાં, ગુરુને ચારિત્રમાં પતનનું કારણ લાગતાં જ તેઓએ સ્વેચ્છાએ આજીવન વિગઈઓનો ત્યાગ કરી દીધો. વિવિધ તપ કરતાં નાડોલ ગામે પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા પ્રગટ સેવા કરવા લાગી, દેવી–સાધનાથી ચમત્કારો થયા, લઘુશાંતિ રચાણી. - ૩૯– આહાર–સંજ્ઞાને વશ પડેલ આચાર્ય છતાંય મરણ પામીને મંગુસૂરિજી તે જ નગરની ખાઈની બાજુના મંદિરમાં વ્યંતર યક્ષ થયા, ને તેમને જીભ કાઢતાં તેમના શિષ્યોએ જોયા. ૪ - સ્થૂલભદ્રસૂરિજીનાં વ્હેન સાધ્વી યક્ષાએ સંઘ સહિત કાયોત્સર્ગ કર્યો ને શાસનદેવીએ પ્રગટ થઈ તેમની ઇચ્છા પ્રમાણે સીમંધરસ્વામીનાં દર્શન કરાવ્યાં, તેમની પાસે પોતાના ભાઈ શ્રીયક મુનિને આરાધક જાણી ઉપયોગી સૂત્રો સંપ્રાપ્ત કયાં જે દશવૈકાલિકની ચૂલિકા રૂપે આજેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860