Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 829
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 813 આશીર્વાદથી ઈન્દ્રને પ્રસન્ન કરી દીધો. વાર્તાલાપ થયો અને સૂરિજીને ખ્યાલ આવી ગયો કે માણેક શેઠ જેઓ પોતાની નિશ્રામાં આગ્રા મુકામે ચાતુર્માસ પૂર્ણ કરી સિદ્ધગિરિ તરફ ધપી રહ્યા હતા, તેઓ જ અકાળે કાળનો કોળિયો બની શુભભાવમાં જ મૃત્યુ મેળવી વીર માણિભદ્ર બન્યા છે. પુરુષાર્થ પોતાનો હતો છતાંય દેવેન્દ્ર તરીકેની પદવી મળ્યાનું ગૌરવ મને આપવા અહીં આવ્યા છે. સૂરિજી તેમના જ્ઞાનબળથી તે રૂડા આત્માના ભાગ્યોદયની ભૂરિ–ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા, કારણ કે સાધુ જીવનની સૂક્ષ્મ સાધના વડે પોતે કે પોતાના શિષ્યો જેટલું આત્મહિત કષ્ટ–ઉપસર્ગો સહીસહીને પણ સાધી નહોતા શક્યા, તેથી અનેકગણું આત્મોત્થાન એક ગૃહસ્થ જીવ શુભ પરિણામના બળે પામી એકાવતારી બની ગયા હતા. ભોગમાં પણ ભાવથી ન્યારા જીવો અગમ્ય યોગ કેવી રીતે સાધી શકે છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ સામે ઊભેલ માણિભદ્ર હતા. ભાવોની ગતિ ભવમાં પ્રગતિ પમાડી શકે છે, તે નીતિવાક્ય સત્ય ઠર્યું હતું. (૨) મૂર્તિપૂજાનાં ખંડન–મંડન અન્ય વિલક્ષણતા માણિભદ્રના જીવનમાં એ જાણવા જેવી છે કે તેઓ પોતાના પૂજ્ય ગુરુદેવ શ્રી હેમવિમલસૂરિજીના પરિચય પૂર્વે પ્રતિમા પ્રતિ અતૂટ આસ્થાવાળા હતા અને પોતાની પ્રિયા આનંદરતિની સાથે સજોડે પૂજા કરવા જતા પણ હતા. તેમાં મૂળ કારણ માતાના સંસ્કાર ને પૂર્વભવોની નાનીમોટી સાધનાઓ થકી પેદા થયેલ ધર્માભિમુખતા હતી. જીવનધારા અસ્મલિત વહી રહી હતી, પણ વચ્ચે પાપોદય કાળ આવ્યો જેથી લોકાગચ્છના મુનિઓના મોઢે મૂર્તિપૂજાની વિરુદ્ધ વાતો-વાર્તાઓ સાંભળી તેમનું મન ફરી ગયું, આસ્તિકાત્મા નક્કર નાસ્તિક બની ગયો. મૂર્તિપૂજાના મંડનની વાત તો દૂર પણ ખંડન કરવામાં તેમના મનનું રંજન થવા લાગ્યું. પૂજા કરવાના નિયમ લેતા પુણ્યાત્મા જોવા મળે પણ માણેકશાહે તો પ્રભુપ્રતિમાના પૂજન કે દર્શન પણ ન કરવાનો સંકલ્પ સાબિત કર્યો. અબળા ગણાતી બે નારીઓ–માતા અને ભાર્યા તેમના વિરુદ્ધ સબળા બની. બેઉએ ઘીનો મૂળથી ત્યાગ કરી નાખ્યો, જે કારણે માણેકશાહની અફરતાને આંચકો આવ્યો. સત્યની શોધ માટે સાબદા બની ગયા અને પુણ્યોદયે પવિત્રાત્મા સૂરિજીનો પ્રથમ પરિચય પ્રભાવિત કરી ગયો, તેથી બીજે દિવસે પોતાના ઘર-આંગણે પ્રવેશ કરાવી પૂજા વિધાનની દલીલો કરી. - પથભ્રષ્ટ પુણ્યાત્માને પેખી પૂજ્ય હેમવિમલસૂરિજીનું હૈયું પણ હચમચી ગયું. તેથી ફરી તેમને પંથે ચડાવવા પ્રવચનના માધ્યમે મૂર્તિપૂજાનાં વિધાનો વિષે વિવિધ માહિતીઓ આપી. ભગવતી સૂત્રના સંદર્ભો સમજાવ્યા. દ્રોપદી–સૂર્યાભદેવના વર્ણનની વિગતો જે મૂર્તિપૂજાના સમર્થનમાં રાયપસણી પ્રમુખ ગ્રંથમાં ધરબાયેલી પડી હતી તે પણ જણાવી, પ્રતિમાજીઓના પ્રતિષ્ઠાનપુર જેવા પાલીતાણાની પૂર્વકથા કહી જણાવ્યું કે કઈ રીતે અવસર્પિણીમાં શ્રી શત્રુંજય તીર્થે પ્રથમ પ્રભુ આદિનાથજીના પુત્રરત્ન ભરત ચક્રવર્તીએ ઉદ્ધાર કરાવી પ્રતિમાઓ ભરાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860