Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 848
________________ 832 તપાગચ્છાધિષ્ઠાયક વિધિવિધાન નિર્વિદને આનંદથી પૂર્ણ થયું. પૂજ્યપાદશ્રીની સાથે અમો બહાર આવ્યા. સહસા પૂજ્યપાદશ્રીને મેં પૂછ્યું, આ ઝળહળાટ કરતો બ્લ પ્રકાશ શાનો હતો? પૂજ્યશ્રીએ ફરમાવ્યું, ઈન્દ્ર મહારાજા માણિભદ્ર સાક્ષાત્ પધાર્યા. પૂજ્યશ્રીની અમોઘ શક્તિને હું વંદી રહ્યો. તુર્ત શ્રી પાર્શ્વનાથદાદા પાસે ગયા. ત્યાં પ્રકાશ ઝળહળતા પ્રકાશનાં દર્શન થયાં. જીવનમાં માણિભદ્ર યક્ષરાજના ચમત્કારોની વાતો તો ઘણીવાર સાંભળેલ; પણ સાક્ષાત્ દર્શનનો આ પ્રથમ અને પ્રત્યક્ષ અનુભવ હતો. પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે બીજા દેવો અને ઇન્દ્રો કરતાં શ્રી માણિભદ્ર ઈન્દ્ર ભદ્રિક અને ભોળા છે. જલદી દર્શન દે તેવા છે. માટે જ તપગચ્છની શાન માટે તેમનું વિધાન જરૂરી છે. ધન્ય ગુરુદેવશ્રી ! ધન્ય માણિભદ્ર ઇન્દ્રરાજજી ! - લુણાવા જૈન ઉપાશ્રય (રાજસ્થાન) પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરક નિશ્રામાં સને ૧૯૮૦માં મુંબઈ-ચોપાટી ઉપર ભારતીય વિદ્યાભવનમાં વિશ્વની અસ્મિતા ગ્રંથ ભાગ-૨ન, વિમોચન સમારોહમાં ઑલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાડીના હાથે સંપાદક શ્રી નંદલાલ દેવકનું થયેલું જાહેર સન્માન આ ચિત્રમાં નજરે પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860