Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 852
________________ 836 તપાગચ્છાધિષ્ઠાયક ઉપરના કોઠામાં દર્શાવ્યા મુજબ શ્રીમાણિભદ્ર એ કોઈ સામાન્ય કોટીના દેવ નથી પરંતુ ઉપરોક્ત વિગતમાં જણાવ્યા મુજબ અસંખ્ય દેવ-દેવીઓના સ્વામી, સાત સેનાઓ અને અસંખ્ય નગરો તેમ જ આપણે ન ચિંતવી શકીએ તેવા સામર્થ્યયુક્ત નિયમા સમકિતી અનુપમ પ્રભાવશાળી યક્ષેન્દ્ર છે માટે તેઓને માણિભદ્રવીર, માણિભદ્રયક્ષ જેવા સામાન્ય શબ્દોથી સંબોધવું તે ઉચિત ન ગણાય. આવી રીતે તેમને સંબોધવું-પ્રચારવું તે એક પ્રકારની તેમની (ડીવેલ્યુએશન) અવગણના કરવા રૂપ છે. વળી હાલ જે શ્રીમાણિભદ્ર ઇન્દ્ર તરીકે છે તે તો આજથી ૪૦૦ વર્ષ પૂર્વે પૂ.આ.શ્રી આનંદવિમલસૂરિ મ. દ્વારા પ્રતિબોધ પામેલ ઉજ્જૈન (મ.પ્ર.)ના આગેવાન શ્રાવક શ્રી માણેકચંદશેઠનો જીવ છે. તેઓશ્રી શાશ્વત શ્રી સિદ્ધગિરિરાજની ઉગ સંકલ્પયુક્ત છ'રિપાલિત યાત્રા કરવા પાલી મારવાડથી નીકળે છે. રસ્તામાં પાલનપુરથી આગળ નીકળતાં મગરવાડા પાસેના જંગલમાં લુટારૂઓ સાથે ઝપાઝપીમાં પ્રાણ છોડે છે પરંતુ સિદ્ધગિરિની યાત્રાદિના સંકલ્પબળે તરનિકાયના ઉત્તર દિશાના યક્ષેન્દ્ર તરીકે ઉત્પન્ન થાય છે. જ્ઞાનબળે પોતાનો પૂર્વભવ જાણી અહીં પૂ.આ.શ્રી આનંદવિમલસૂરિ મ. ને પ્રત્યક્ષ થઈ શાસનસેવાર્થે યોગ્ય કાર્ય જણાવવા વિનંતિ કરે છે, તત્કાલીન જે કાર્ય હતું તે હોંશભેર સંપન્ન કરી, ફરી સૂરિજી સન્મુખ પ્રત્યક્ષ થઈ અન્ય સેવાકાર્યની પૃચ્છાપૂર્વક દરેક ઉપાશ્રયમાં પોતાનું સ્થાન કરાવવા આચાર્ય ભગવંતને વીનવે છે કે જેથી ઉપાશ્રયમાં પધારતા પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો મને ધર્મલાભ! ના આશિષ આપે જેથી મારું પુણ્ય વધે. વળી આજથી પરમાત્માના શાસનમાં કોઈપણ આપત્તિમાં પોતાને યાદ કરવાની સેવાનો કોલ આપી પોતાને સ્થાને ગયા. હવે તે શ્રી માણેકચંદ શેઠનો સ્વર્ગવાસ થતાં તેમના દેહના ત્રણ ટુકડા થયા જેમાંથી માથું ઉજ્જૈનમા ક્ષિપ્રા નદીના કિનારે, પિંડી આગલોડમાં તેમ જ ધડ મગરવાડામાં પડ્યું. જેથી આજે પણ આગલોડા તથા મગરવાડા બે તીર્થો પ્રસિદ્ધ છે તેમ જ ઉજ્જૈનમાં પણ હવે તેઓશ્રીનું તિર્થ વિકસાવવાની યોજના હાથ ધરાઈ છે. આજે પણ આચાર્યપદે બિરાજતા અને અન્ય પદસ્થો તથા સાધુ-સાધ્વીજી ભગવંત સહિત શ્રાવક-શ્રાવિકાઓ તેઓશ્રીની સાધના-ઉપાસના કરી તેઓશ્રીના પ્રભાવને અનુભવે છે. * ધર્મસ્નેહી શ્રી નંદલાલદેવલુક જોગ, ધર્મલાભ! તમો તપાગચ્છાધિષ્ઠાયક શ્રી યક્ષરાજ માણિભદ્રવીરનો ગ્રંથ બહાર પાડીને જૈન સંઘનું એક અભુત અને મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છો તે પ્રસંશનીય છે. શ્રીસંઘને આવા અલભ્ય ગ્રંથો હજા પણ તમે તૈયાર કરી અર્પણ કરતા રહો અને એ માટે શાસનાધિષ્ઠાયકો તમને સહાયબળ આપતા રહે એવી પરમાત્માને પ્રાર્થના. - મુનિ હર્ષબોવિવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 850 851 852 853 854 855 856 857 858 859 860