Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 841
________________ ૧૦૪ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ શ્રી માણિભદ્ર સમકિતધારી છે. શ્રી માણિભદ્ર સાચા ઇન્દ્રદેવ કહેવાય છે. શાસન–અધિષ્ઠાયક દેવ કહેવાય છે. શાસનરક્ષક દેવ છે. શ્રી માણિભદ્રનાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. શ્રી માણિભદ્રના પરચા ચમત્કારિક છે. મનુષ્યનાં દુઃખ–દર્દ વખતે સહાય કરે છે. મારે ત્યાં, ચૂડા (જિલ્લા સુરેન્દ્રનગર)માં સોથી પણ વધુ વર્ષ પહેલાં શ્રી માણિભદ્રવીરની સ્થાપના તળાવની નજદીકના ઉપાશ્રયમાં હતી. ત્યાં યતિ શ્રી હીરવિજયસૂરિ રહેતા. તેઓ માણિભદ્રના આરાધક હતા. મારા દાદા માણિભદ્રની પૂજા કરવા જતા ત્યારથી દાદા-દાદીના સ્વપ્નમાં શ્રી માણિભદ્રવીર આવતા હતા અને સંકટ સમયે સહાય કરતા. 825 આ દેરાસરને ગામમાં સારી જગ્યા મેળવી ફેરવવાનું નક્કી કરવામાં આવેલ. તે માટે નવા દેરાસરની બહારના ભાગમાં નાની દેરી, મૂર્તિના માપ મુજબ કરવામાં આવેલ. ત્યાં જૂના ઉપાશ્રય માંથી શ્રી માણિભદ્રવીરની મૂર્તિને ફેરવવાનું નક્કી થયા મુજબ, વાજતેગાજતે નવા દેરાસર પહોંચી દેરીમાં પધરાવવાની વિધિ શરૂ કરી. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે મૂર્તિ દેરીમાં જઈ શકી નહીં. દેરી સાંકડી થઈ હતી. સૌને કાંઈ અમંગલ થયાનો ભાસ થયો અને દાદાની મૂર્તિને કામચલાઉ બીજે વિધિપૂર્વક પધરાવી. હવે સમાજને થયું કે માવજીદાદા(મારા દાદા)ને બોલાવો. રાત્રે મારાં દાદીને સ્વપ્નમાં શ્રી માણિભદ્રદાદા આવ્યા. તેમણે ફરીથી બીજા સારા દિવસે વિધિપૂર્વક પધરાવવા કહ્યું. તે મુજબ ફરીથી આ જ દેરીમાં મૂર્તિ પધરાવવા લાગ્યા અને સૌના આશ્ચર્ય વચ્ચે મૂર્તિ બરોબર માપસર પધરાવાઈ. દાદાના પરચાથી સૌએ દાદાનો જય જયકાર બોલાવ્યો. માણિભદ્ર દાદા મારા બાપુજીનાં માતુશ્રીને સ્વપ્નમાં આવતા અને વાત કરતા. નવા દેરાસરમાં દાદાની બીજી પ્રતિમા મારા દાદાએ પધરાવવાનું નક્કી કર્યું; પરંતુ એક જ દેરીમાં એક મૂર્તિ હતી તેથી બીજી મૂર્તિ પધરાવવા સમાજે ના કહી. આ સમયે દાદીના સ્વપ્નમાં માણિભદ્ર આવ્યા અને કહ્યું, ' તમે મૂર્તિ ઘરેથી લઈ દેરાસરમાં પધરાવશો. કોઈ વિરોધ થશે નહિ.' અને ખરેખર, મહા સુદિ ૧૦નાં મૂર્તિ પધરાવી. કોઈ વિરોધ થયો નહિ. ઘણાં વર્ષો પછી નવા દેરાસરનો ફરીથી તે જ જગ્યાએ જીર્ણોદ્ધાર કરી મોટું બનાવવાનું નક્કી થયું. શ્રી માણિભદ્રની દેરીને પણ નવેસરથી બનાવવાનું નક્કી થયું. દાદાની મૂર્તિને તે દેરીમાંથી બહાર લાવી બાજુની જગ્યામાં કામચલાઉ પધરાવવાનું નક્કી થયું. વાજતેગાજતે વિધિપૂર્વક મૂર્તિને મૂળ જગ્યાએથી લેવા પ્રથમ કડિયા પૂજારી વગેરેએ શરૂ કર્યું અને પાછળથી અચાનક સર્પ એકીસાથે નીકળ્યા. સૌ દૂર થઈ ગયા. આવેલા સૌએ શ્રી માણિભદ્રના નાગ સ્વરૂપનાં દર્શન કરી, જય જયકાર કર્યો અને મૂર્તિ ત્યાં જ રાખી. દાદાનો પરચો મળી ગયો. ફરીથી અમારા ઘરનો સંપર્ક થયો; પરંતુ મારાં દાદા-દાદી તો હૈયાત ન હતાં. મારા પિતાશ્રીને પૂછ્યું. દાદા-દાદી સાથે તો સ્વપ્નમાં શ્રી માણિભદ્રદાદા વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860