Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 837
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 1 મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી, તેવી જ રીતે અહિંસા સમાન જગતમાં બીજો કોઈ ધર્મ નથી. ' 821 ભગવાન મહાવીરની અહિંસાની કૂંચી હજાર વર્ષ પછી મહાત્મા ગાંધીને મળી અને એમણે એની તાકાત બતાવી. સને ૧૯૪૬ના ઑગસ્ટ મહિનામાં શસ્ત્રધારી ઉશ્કેરાયેલા ટોળા સામે નિઃશસ્ત્ર ગાંધી ઊભા રહ્યા અને ટોળાને આ અનુકંપાની અડગ શિલા સમે નમવું પડ્યું. અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીરના સમયમાં ઉદ્ભવેલો વિચાર મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિમાં પ્રગટ થયો. ભગવાન મહાવીરનો અહિંસાનો સંદેશ આજના યુગને માટે વિશેષ મહત્ત્વનો બન્યો છે ત્યારે અહિંસાના આચારની દષ્ટિમાંથી જૈન ધર્મની આહાર સંબંધી ઊંડી વિચારણાએ પ્રાણીની હત્યા અને શાકાહાર જેવી બાબતો પર વિશેષ લક્ષ કેંદ્રિત કર્યું છે. એમાં ઉપવાસ અને મિતાહારનો મહિમા કહ્યો છે. આજે સ્વાસ્થ્ય અને આરોગ્યના ક્ષેત્રમાં ઉપવાસનું મહત્ત્વ એટલું જ સ્વીકારાયું છે. સૂર્યાસ્ત પહેલાં ભોજન, ઉકાળેલું પાણી કે આયંબિલ જેવી ક્રિયાઓમાં રહેલી વૈજ્ઞાનિકતા વધુ ને વધુ પ્રચારમાં આવી છે. ભગવાન મહાવીરે પ્રબોધેલી ધ્યાનની પ્રણાલી માનવીના તન અને મનના રોગોને દૂર કરી શકે તેવી છે. એ જ રીતે મનની શક્તિ માટે પચ્ચક્ખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉસગ્ગ, આંતરદોષોની ઓળખ માટે પ્રતિક્રમણ, આંતરશુદ્ધિ માટે પર્યુષણ, વીરતાની ભાવના માટે ક્ષમા જેવી ભાવનાઓ અપનાવવાથી જ આવતી કાલે આપણે ધબકતો માનવી મેળવી શકીશું. પ્રસિદ્ધ અમેરિકન ચિંતક હેનરી થૉરોએ એક માણસનો હાથ પકડ્યો અને એની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં ! કારણ કે એ હાથ એને લાકડાના ટુકડા જેવો જડ અને નિશ્ચેતન લાગ્યો. માનવીને ઊર્ધ્વગામી અને ચેતનવંતો બનાવવા માટે જૈન ધર્મ દાન, શીલ, તપ અને ભાવની ચાર ભાવનાઓનો ઉદ્ઘોષ કરે છે. એક સૂત્રમાં છે : ' માળુરૂં વુ સુવુત્ત્તદ। ' 'હે . મનુષ્ય ! મનુષ્ય થવું કઠિન છે. ' મનુષ્ય જન્મતો નથી પણ ભીતરમાંથી મનુષ્યને જગાડવાનો છે. ભગવાન મહાવીરે કહ્યું કે જન્મથી નહીં પણ કર્મથી માનવીની ઓળખ થવી જોઈએ. આજની માનવજાતની એ કલ્પના છે કે માનવીની પહેચાન માનવી તરીકે થવી જોઈએ. જુદા જુદા વિભાગો, જૂથો, વલણો કે ઘટકોમાં માનવી વહેંચાઈ જાય છે ત્યારે માનવતાને ખતરો ઊભો થાય છે. એ જ રીતે વ્યક્તિ મહત્ત્વની નથી પણ ભાવના મહત્ત્વની છે. વ્યક્તિ તરફનો સ્નેહ મહત્ત્વનો નથી પણ એના સિદ્ધાંતોની સાધના જરૂરી છે. ખુદ ભગવાન મહાવીરે એમ કહ્યું કે, મારે શરણે નહિ પણ ધર્મના શરણે આવવાથી મુક્તિ મળશે. આજે દુનિયા આખી પ્રદૂષણથી ઘેરાઈ ગઈ છે. વૃક્ષોનો નાશ કરીને વનને રણમાં ફેરવનાર માનવજાતને દુષ્કાળનો અભિશાપ મળ્યો છે ત્યારે ભગવાન મહાવીરની જયણા સંભારવા જેવી છે. જૈન શ્રાવકો તિથિએ લીલોતરી ખાતા નથી અને જૈન સાધુના આચારમાં પર્યાવરણની ઘણી ખેવના જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860