Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 827
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 811 'પુણ્યશાળીની પારલૌકિક પીછાના ચિંતક – ગચ્છાધિપતિ પૂ. જયધોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ જયદર્શન વિજયજી મહારાજ સુખ સમૃદ્ધિ કે દોમ દોમ શ્રીમંતાઈ પુન્યથી જ મળે છે. સિધ્ધિની ટોચ ઉપર પહોંચવામાં પણ એક માત્ર પુન્ય જ મૂખ્ય બળ બની રહે છે. આ પુણ્ય બળથી જ મળે છે વિવિધ કળાઓમાં કુશળતા, ન્યાયોપાર્જિત દૈવી સંપત્તિ વિશુદ્ધ ચારિત્ર્ય અને નિર્મળ બુદ્ધિ અને ધર્મોપાસના. શેઠશ્રી માણેકશા સ્વયં પુણ્યાનુબંધી પુણ્યના ધારક હતા, જેથી પુણ્યશાળીના પગલે પગલે નિધાનની ઉક્તિ સાર્થક કરે તેવી તેમની હરણફાળ પ્રગતિ થઈ અને હજુ પણ થતી રહેવાની તે હકીકત છે. પુણ્યના ગુણાકાર સમા તેમના જીવનનો જે રીતે વિકાસક્રમ થયો અને જીવનમાંડણીનાં વિવિધ પાસાઓને કાંઈક વિવિધતા સાથે પ્રસ્તુત કરતો આ લેખ ધર્મપુરુષાર્થ માણેકશાના જીવનબાગનો ચિતાર કંઈક અલગ રીતે જ રજૂ કરે છે. ખાસ મનનીય અને સાત્વિક નિચોડ એ છે કે વિભાગ નં. ૫ માં પ્રસ્તુત થયેલ સાહજિકતાની વિશિષ્ઠતા દર્શાવતુ તત્વચિંતન જે એક સનાતન સત્યતત્વને પ્રકાશમાં લાવી જણાવવા ઇચ્છે છે કે જગતમાં જે જે ધર્મવીરો, દાનવીરો, કર્મવીરો અને નરવીરો જે કાંઈ માન પ્રતિષ્ઠા પામ્યા છે તેમના જીવનની પ્રગતિ–ગતિ કૃત્રિમ નહિ બલ્ક કુદરતી હોય છે, તેવા અવતારી પુરુષોનાં જીવનકવન જગતને કાંઈક સ્પષ્ટ સંકેત આપતા હોય છે. પણ આપણે પામર જીવો કાંઈપણ સમજી શકતા નથી. મહાપુરુષોના જીવનની રહસ્યમય ઘટનાઓના વાંચનથી મનને શુભ અધ્યવસાયોમાં રમતુ તો જરૂર રાખે છે. પ્રાસાદિક શૈલીમાં પ્રસ્તુત થયેલ આ લેખના લેખક મુનિપ્રવર શ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીએ માણેકશાને કેન્દ્રમાં રાખીને પુન્ય બળના મહિમાનું અત્રે હૃદયસ્પર્શી નિરૂપણ કર્યુ છે. આ લેખના અંતમાં પૂ. મુનિશ્રીએ રજુ કરેલ આ તાત્ત્વિક વાતો વારંવાર વાગોળવા જેવી છે. " જે જે શુભ તત્ત્વો સહજતાથી સિદ્ધ થાય તે પ્રાંતે સિદ્ધગતિનાં સુખો પણ બક્ષી શકે છે. જિનશાસનમાં જે જે આત્માઓ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા દેખાય-જણાય-ઓળ ખાય તે સર્વેને સપ્રેમ વધાવી, પ્રોત્સાહિત કરી, પુણ્યના અનુબંધો ગાઢ કરવામાં સાર છે, ઉભય પક્ષે લાભ છે અને પરંપરાએ શાસન-પ્રભાવના દ્વારા પરમાત્માના ઉપકારની યત્કિંચિત ઋણમુક્તિ છે. " – સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860