Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
807
ઉજ્જૈની નગરીના શ્રાવકમાણેકચંદ શેઠમાંથી શ્રી જિનશાસનરક્ષક યક્ષેન્દ્ર વીર માણિભદ્ર બનવાની પ્રક્રિયા અત્યંત અદ્ભુત, આશ્ચર્યકારી, હૃદયદ્રાવક અને દિલધડક એવી છે.
શ્રી માણિભદ્રજીની પૂર્વજીવની જાણવાથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે નાસ્તિકપાપી એવા જીવો પણ સદાને માટે નાસ્તિક જ રહેતા નથી – ઊલટ દરેકના જીવનમાં એક ટર્નિંગ પૉઈન્ટ આવે છે. અને શાસ્ત્રોમાં પણ આવે છે કે " કર્મો સૂરા તે ધર્મો સૂરા "– જે જીવો કર્મો (દુષ્કર્મો) કરવામાં શૂરા હોય છે, તેવા જ જીવો સમય આવ્યે ધર્મકાર્યોમાં પણ અત્યંત શૌર્ય દાખવીને જગતને આશ્ચર્ય પમાડી શકે છે. તેથી જ મહાપુરુષો કહે છે કે તિરસ્કાર–ધૃણા કરવી હોય તો " પાપની ધૃણા કરો પરંતુ પાપીની ધૃણા ન કરો" કારણ, પાપી સદા પાપી જ રહે એવું બનતું નથી.
પરમ ભક્તવત્સલ શ્રી માણિભદ્ર દાદાની સાધના અને તેમની અનુભૂતિ વિષે જણાવવુંલખવું એ ઘણું જ આનંદદાયી છતાં અતિશય અઘરું કાર્ય છે. કારણ, સંપૂર્ણપણે સમર્પિત સાધક જ અનુભૂતિની કક્ષાએ પહોંચી શકે છે અને એવો ઈષ્ટને સમર્પિત સાધક પોતાના જીવનના દરેક કાર્યમાં-દરેક પ્રસંગમાં પોતાના ઈષ્ટની જ કૃપા નિહાળતો હોય છે. હું તો એક પ્રાથમિક કક્ષાનો શ્રી માણિભદ્રજીનો સાધક–પ્રશંસક છું. તેથી તેમની પ્રત્યક્ષ અનુભૂતિ તો આ કલિકાલે અતિ દુર્લભ વસ્તુ છે. પરંતુ અતિશય અલ્પ નાની એવી સાધના-આરાધનાથી પણ શ્રી માણિભદ્ર દાદા પ્રસન્ન થઈ જાય છે, રીઝી જાય છે અને અપ્રત્યક્ષ છતાં પ્રત્યક્ષની જેમ જ સહાયકારી બને તેનો વારંવાર અનુભવ મેં કર્યો છે. સંવત ૨૦૫૦ની સાલમાં અમો કાંદિવલી (વેસ્ટ) મહાવીરનગર સંઘના આંગણે ચાતુર્માસ હતા તે વખતે અમોને વર્ષીતપની આરાધના ચાલતી હતી. વર્ષીતપ પ્રારંભ કર્યો તે દિવસથી મારી ભાવના પારણું હસ્તિનાપુર તીર્થે કરવાની હતી; પરંતુ કોઈ રીતે સંજોગો અનુકૂળ ન હતા. એવામાં એક પરિચિત હિતમિત્રે મને સૂચન કર્યું કે, બપોરે વિજય મુહૂર્તે શ્રી માણિભદ્ર દાદાની આરાધના–માળાજાપ શરૂ કરો. કોઈક શુભ પળે નીકળેલી તે વાણી મેં સ્વીકારી અને જાપના પ્રારંભના ૨૪ દિવસમાં જ વાતાવરણ બદલાવા માંડ્યું. અલ્પ સમયમાં જ અચાનક એક જયપુરી કારીગર અતિ સુંદર એવા શ્રી માણિભદ્રજીનો એક નાનો ફોટો–પેઈન્ટિંગ લઈને આવ્યો. મેં પણ અતિ ઉલ્લાસથી મોં-માંગ્યાં દામ અપાવીને તે છબી સ્વીકારી. ત્યારપછી બધી પ્રતિકૂળતાઓ અનુકૂળ થવા માંડી. જ્યાં હસ્તિનાપુર જવા વિષે કોઈ વાત જ ન હતી તેને બદલે મારા શિષ્ય સામેથી વારંવાર હસ્તિનાપુર જવાની વાત છેડવા માંડ્યા અને મુશ્કેલીથી પણ હસ્તિનાપુર જવાની રજા પૂજ્ય ગુરુદેવની ન મળે તે રજા પણ અતિ સહેલાઈથી મળી. જીવનમાં ગુરુનિશ્રા વિના પ્રથમ વાર જ દૂરસુદૂરના પ્રદેશમાં વિચારવાનું – જ્યાં કોઈ પરિચય–ઓળખાણ નહિ – અને અમોને બંનેને વર્ષીતપ. અત્યારે સાધુપણામાં વિહાર માટે સહાયક માણસ ગોતવો એ એક મોટો યક્ષપ્રશ્ન છે અને તેમાં પણ ૧૫00 કિ.મી.થી વધારે એકધારા વિહાર માટે વિશ્વાસુ મજબૂત માણસ મુંબઈ મહાનગરીમાં ઉપાશ્રયમાં બેઠાં બેઠાં ગોતવો તે કેટલું મુશ્કેલ છે તે સહેલાઈથી સમજી શકાય છે. પરંતુ ઈષ્ટની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860