________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
257
सिद्धा नमिर्वै विनमिश्च यत्र, मुनीशकोटिद्वयसंयुतौ हि । फाल्गुनशुक्ले दशमे दिने वै, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १४ ॥
જ્યાં નમિ તથા વિનમિ નામના વિદ્યાધર રાજર્ષિઓ બે ક્રોડ મુનિવરો સાથે ફાગણ સુદિ દશમના દિવસે સિદ્ધ થયા... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૪.
निर्वाणमाप्ताः किल पाण्डुपुत्राः राकातिथावाश्विनमासकस्य । वाचंयमैर्विंशतिकोटिभिश्च, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १५ ॥
જ્યાં પાંચ પાંડવો વીશ ક્રોડ મુનિવરો સાથે આસો પૂર્ણિમાના દિવસે નિર્વાણને પામ્યા. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૫.
मुनीशरामो भरतश्च यत्र, यतीशकोटित्रयसंयुतौ हि । सिद्धिं गतौ शाश्वतसौख्ययुक्तां, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १६ ॥
જ્યાં રામ તથા ભરત મુનિવરો ત્રણ ક્રોડ મુનિવરો સાથે શાશ્વત સુખથી યુક્ત એવી સિદ્ધિગતિને પામ્યા... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૬.
एकान्नवत्या मुनिलक्षकाणां, सार्धं हि सिद्धा नवनारदाश्च । यस्यानुभावाद्वरशीलभाजः सिद्धाचलं तं प्रणमामि भक्त्या ।। १७ ॥
જેના પ્રભાવથી શ્રેષ્ઠ શીલને ધારણ કરનારા એવા નવેય નારદો ૯૧ લાખ મુનિવરો સાથે સિદ્ધ થયા એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૭.
माणिक्यशाहोऽपि हि यत्प्रभावात्, बभूव देवः खलु माणिभद्रः । ख्यातस्तपागच्छसुरक्षकत्वात् सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १८ ॥
જેના પ્રભાવથી શ્રી માણેકશાહ શેઠ પણ માણિભદ્ર દેવ થયા અને તપાગચ્છના અધિષ્ઠાયક તરીકે પ્રસિદ્ધ થયા છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org