________________
488
તપાગચ્છાધિષ્ઠાયક
દાદાના દરબારે માણિભદ્રના દેહરા
-પૂ. પંન્યાસપ્રવર શ્રી વીરરત્નવિજયજી મ.
મંદિરોનું નગર શત્રુંજય-પાલીતાણા. શાસ્ત્રોમાં જેનો અપાર મહિમા ગવાયો છે, જેની અલૌકિકતા અને પવિત્રતા અદભૂત રહી છે, જેનો સોળ વખત પુણ્યાત્માઓના શુભ હાથે જિર્ણોદ્ધાર થયો છે, જ્યાં નાના મોટા એક હજારથી વધુ શિખરોથી શોભતા મનમોહક જિનમંદિરો આકાશ સાથે વાતો કરી રહ્યાં છે, જ્યાં સાડાબાર હજાર જેટલી જિનપ્રતિમાઓ બિરાજમાન છે, જ્યાં અનંત પુણ્યવંત આત્માઓના પવિત્ર પગલા મંડાયા છે એ સિદ્ધગિરિક્ષેત્રમાં શત્રુંજયના ધ્યાને દેવત્વ પામેલા શ્રી માણિભદ્રદાદાનું સ્થાન અને માન ક્યાં ક્યાં છે આવો એક વિચાર સૌ કોઈના મનમાં ઊભો થાય તે સ્વાભાવિક છે.
મધ્ય પ્રદેશમાં દેવાસ જિલ્લામાં શિવપુર ગામે માણિભદ્રજી સાધના કેન્દ્રના સંસ્થાપક પૂ. પંન્યાસશ્રી વીરરત્નવિજયજી મહારાજશ્રીનું ચાલુ સાલ ૨૦૧૩નું ચાતુર્માસ સ્થળ પાલીતાણા એટલે દાદાના પ્રભાવક સ્થાનો માટેની જિજ્ઞાસા અનેઆતુરતા પૂજય પંન્યાસશ્રીના મનમાં વધતા રહ્યાં. શહેરમાં અને ડુંગર ઉપર પૂજ્યશ્રીએ જે કાંઈ અનુભવ્યું તેનું સુંદર શબ્દ ચિત્ર ભાવોલ્લાસ સાથે અત્રે રજુ કર્યું
- સંપાદક
પૂર્વદિશાનાં પ્રાંગણમાં પ્રભુતામાં પ્રથમ પગલું માંડતા સૂર્યનારાયણનાં દિવ્ય દર્શન દિલનાં દરવાજે એક સહજ સમશ્યાએ દતક દીધી ગિરિરાજનાં ધ્યાને દેવત્વને પામેલાં શ્રીમાણિભદ્રનું અહીં કોઈ સ્થાન કેમ નહીં.. તીર્થાધિરાજને સ્પર્શતા લગભગ દરેક પ્રસંગોનાં પ્રતીક અહીં છે તો અધિષ્ઠાયકનું અને સ્થાન-માન કાં નહીં..?
અનોખી યાત્રા.. એકલવીર યાત્રા..નાં ઈતિહાસ પુરુષ માણેકશાહનાં સ્મારક વિના તો ગિરિરાજમાં જાણે અપૂર્ણતા અને ન્યૂનતા દેખાદે છે. ત્યારે પાલીતાણાનાં મારાં એક ચાતુર્માસમાં શહેરમાં શોધ– ખોજ આદરી... ત્યારે આ. ક. પેઢીની પાસેનાં સોશિખરી ભવ્ય જિનાલયની પાસેનાં એક યતિભવનમાં દાદાની દિવ્ય પ્રતિમાંનાં ભવ્ય દર્શનથી મનનો મોરલો સપ્તરંગ ને સર્વકલાએ ખીલી ઉઠયો.
સુંદર મજેનો ગોખલો.... સમુખ પ્રતિમાની નોખાં અનોખાં અદ્ભુત તેજ દિવ્ય મુખારવિંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org