Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 765
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 749 (૧) જમણા હાથમાં (નીચેથી) ડમરુ, માળા અને ગદા તથા ડાબા હાથમાં (નીચેથી) ત્રિશૂલ, નાગપાશ અને અંકુશ છે. (ર) જમણા હાથમાં (નીચેથી) વરદ, અંકુશ અને ગદા તથા ડાબા હાથમાં (નીચેથી) ડમરુ, નાગપાશ અને કપાલ છે. (૩) આત્મવલ્લભજી રચિત " શ્રી માણિભદ્ર યક્ષ કી સ્તુતિ" પ્રમાણે, ચતુર્ભુજ સ્વરૂપ) " મંજર, અંકુશ, નાગ, વજર ભુજ ગુરજ મુખધારા; રૂપ અવતાર વરાહ સરીખા, ગજ પર અસવારા. (૪) માણિભદ્રના એક છંદ પ્રમાણે ખડ, ભુજા ભયહર ખગ્ન, વિષધર પાશ, પાણી પીઠાકએ, ખગ્ન, શૂલ, કપાલ, માલા, ડમક ડમરુ ડાક એ. (૫) શ્રી દીપવિજયજી કૃત આરતી અનુસાર ડાક, ત્રિશૂલ, ફૂલમાલા પાશાંકુશ છાજે. એક કર દાનવ મસ્તક એમ ષડૂ ભુજ રાજે – જયદેવ (રચના સંવત ૧૮૬૫ = ૧૮૦૯ ઈ. સ.), (૬) શ્રી આનંદસોમસૂરિ રચિત આરતી પ્રમાણે – ખગ્ર ત્રિશૂલ, ડમરુ ગાજે મગદળ, અંકુશ, નાગ બિરાજે, આમ, આયુધોની બાબતમાં મૂર્તિભેદે ભિન્નતા જણાય છે. માણિભદ્ર છંદમાં " આગીઆ હામિ ઠામિ પીઠ પર સિદ્ધ તુજ ખરા " એ પંક્તિથી દાદાજીની પીઠ પર ઠામે ઠામે આગીઆ હોવાનું વર્ણન છે. આગલોડમાં આવેલ ' આગ' શબ્દ ઉપરથી આવી કલ્પના થઈ હશે એમ અનુમાન કરી શકાય. ત્યાં પડેલા ધડમાંથી તેજના તણખા નીકળ્યા હોય તે આગિયા જેવા લાગતા હશે. વાહન – દાદાનું વાહન સાત સૂંઢવાળો ઈન્દ્રનો ઐરાવત હાથી છે. તેની પ્રથમ સૂંઢમાં અભિષેક કરતો પૂર્ણ કુંભ છે અને બાકીની સૂંઢમાં લાલ કમળો છે. હાથીના શરીર ઉપર પણ સુવર્ણના રત્નજડિત અલંકારો શોભે છે. તેમની સેવામાં બાવન વીર, ચોસઠ જોગણીઓ, વીસ હજાર સામાનિક દેવો, કાળા-ગોરા ભૈરવ અને બટુક ભૈરવ ઇત્યાદિ દેવો હાજર હોય છે. નવ હજાર ગજરાજ જેટલું એમનું અકણ બળ છે. શ્રી માણિભદ્ર દાદાનું આવું દિવ્ય સ્વરૂપ છે. મહા સુદ પાંચમે સોમસૂરિજીએ આગલોડમાં સ્થાપના કરી હોવાથી તે પાટોત્સવનો દિવસ છે. વૈશાખ સુ.૩ (અખાત્રીજ) પણ સાધના માટે અનુકૂળ મનાય છે. વિધિ- આ શુભ દિવસોએ સાધકે આયંબિલનું તપ કરવું. ધૂપ-દીપ, અષ્ટક દ્રવ્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860