________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
761
આગમન થયું. તેમનાં વ્યાખ્યાનો સાંભળી માણેકશાહની મતિ બદલાઈ ગઈ, મૂર્તિપૂજા સામે બંડ પોકાર્યું. ન કરવા જેવાં કાર્યો પણ તેનાથી થયાં. છેવટે સમય જતાં પસ્તાવો પણ થયો અને ફરીને સેવાપૂજા તથા સાધુસંતોની વૈયાવચ્ચમાં મન પરોવ્યું. પાલી-મારવાડમાં તપાગચ્છના વિમલશાખાના પૂજ્યોની સ્થિરતા દરમ્યાન માણેકચંદ શ્રાવકે શત્રુંજયના માહાભ્ય વિષે પણ ગુરુવર્યો પાસેથી રરપૂર્વક જાણ્યું. શત્રુંજયના દર્શન કર્યા વિના અન્નપાણી સુધ્ધાં ન લેવાની પ્રતિજ્ઞા કરી. અડવાણે પગે યાત્રા આરંભી. સિદ્ધપુર પાસે મગરવાડાનાં જંગલોમાં લૂંટારુઓએ જીવલેણ હુમલો કર્યો. માણેકશાહ સિદ્ધગિરિના શુભ ધ્યાનમાં સમાધિમરણ પામ્યા. અહીંથી ચકેશ્વરીના માધ્યમ દ્વારા માણિભદ્રજીનું પ્રાગટ્ય થયું. ઈન્દ્ર મહારાજા માણિભદ્રદેવ જિનશાસનના રક્ષક બન્યા.
પાલિતાણાની તળેટીમાં જ કેસરીઆનગર સામે ૩૦૦ વાર જમીન ઉપર દાદાનું મનોહર મંદિર આકાર લઈ રહ્યું છે.
આ મંદિરમાં માણિભદ્રજીની ૫૧ ઈંચની ભવ્ય મૂર્તિનું સ્થાપન થશે. સંઘ અને શાસનની રક્ષા માટે આવું આ આયોજન જરૂરી બન્યું છે.
શ્રી માણિભદ્રવીર તપાગચ્છના અધિષ્ઠાયક
શ્રી માણિભદ્રવીર તપાગચ્છના અધિષ્ઠાયક દેવ છે. શ્રી માણિભદ્રવીરને માનવાવાળાએ જાણવું જોઇએ કે માણિભદ્રવીર કેવી રીતે બન્યા? તેઓ ખૂબ ચુસ્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છની માન્યતાવાળા શ્રાવક હતા. કોઈ વિરુદ્ધ માન્યતાવાળા સાધુનાં પ્રવચનોથી ખોટી અસરમાં તણાઈ ગયા. શુદ્ધ અને સુંદર માર્ગથી ચલિત થયા. ઘરમાં માતા વિચારે છે કે આ શું થઈ ગયું?
બહુ દુઃખ થાય છે. દીકરો ધર્મ હારી જાય તે કેમ ગમે ? માતા પણ હોશિયાર, ધાર્મિક, ભણેલી ગણેલી હતી, દીકરાને ખૂબ સમજાવે છે પણ દીકરામાં કોઈ પરિવર્તન આવતું નથી. માતાને થયું, ત્રિકાળ પૂજા કરવાવાળા, સામાયિક અને પ્રતિક્રમણ કરવાવાળા આ દીકરામાં કેવો મિથ્યાત્વનો ઉદય થયો?
પાછો પુણ્યોદય જાગૃત થયો. શ્વેતામ્બર તપાગચ્છના કોઈ ગુરુભગવંતના મુખે શત્રુંજય માહામ્ય સાંભળવાની સૂવર્ણ તક મળી. પોતાને સમજાયું કે વિરુદ્ધ મતની ખોટી ચુંગાલમાં હું ફસાઈ ગયો. ખોટું થઈ ગયું; પણ પછી સંકલ્પ કર્યો કે ઉપવાસ કરતાં કરતાં ચાલીને શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવી, મારવાડમાં ઉપધાન કર્યા. ત્યારબાદ પાલીતાણા તરફ પ્રયાણ શરૂ કર્યું. પાલનપુર પાસે મગરવાડાના જંગલમાં લટારૂઓ મળ્યા, અથડામણ થઈ, પ્રાણ નીકળી ગયા પણ મનમાં શુભ ધ્યાન શત્રુંજયનું 4t મરીને શાસનના અધિષ્ઠાયક દેવ માણિભદ્રવીર બન્યા.
આવું દષ્ટાંત સાંભળ્યા પછી માણિભદ્રજીના ભક્તોને થવું જોઈએ કે મારે ત્રિકાળ તિ કરવી જોઈએ, મારે સામાયિક અને પ્રતિક્રમણ નિયમિત કરવાં જોઈએ, મારે સાધર્મિક ભક્તિ અને ગરઃ . કરવી જોઇએ.
–પૂ. આ. શ્રી પ્રભાકરસૂરિજી મ. સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org