Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 789
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 773 શ્રી માણિભદ્રવીરની સહાય: 'મારા બાલ્યકાળના અનુભવો – રમણલાલ ચી. શાહ અનેકના જાતજાતના સ્વાનુભવો સાંભળીએ કે વાંચીએ છતાંય સ્વાનુભવની સુખદ સફર સૌથી શ્રેષ્ઠ હોય છે. શ્રદ્ધાભક્તિ અને બહુમાનના સથવારે સંકલ્પ સાથે આદરેલું નાનું પણ કામ જ્યારે સફળ બને છે ત્યારે અત્યંત આનંદ સાથે સૌ કોઈ પોતાના ઈષ્ટદેવનો ઉપકાર માથે ચડાવી ઋણાનુબંધ વધ્યાનો અહેસાસ કરે છે. આવો જ એક સ્વાનુભવ પ્રસ્તુત લેખના લેખકશ્રીને થયો છે, જેઓએ પણ પ્રાપ્ત થયેલ માણિભદ્રજીની કૃપાને રજૂ કરવા સવિસ્તૃત પ્રસંગોલેખ કર્યો છે, જે દ્વારા પોતાના બાલ્યકાળના એ દિવસોને સ્મૃતિમાંલઈ આ ગ્રંથની શોભામાં વધારો કર્યો છે. એટલું જ નહીં પણ મુંબઈથી પ્રગટ થતા 'પ્રબુદ્ધ જીવન સામયિકમાં પણ આ જ લેખ થોડા સમય પહેલાં પ્રગટ કરીને દાદાના મહિમાગાનમાં પણ વૃદ્ધિ કરી છે. ચમત્કારોને નમસ્કાર તો સૌ કરે; પણ એવા ચમત્કારો માત્ર અંધશ્રદ્ધાની એક માત્ર ઊપજ ન બની રહે તેવી કાળજી સૌને ન પણ હોય જ્યારે લેખકશ્રી તે દૂષણથી પર રહી પોતાના નાનામોટા અનુભવોને વિવિધ દષ્ટિકોણથી રજૂ કરી રહ્યા છે. આવા જ સ્વાનુભવવાળા અન્ય લેખો પણ પૂ. સાધુ-સાધ્વીજી મહારાજો તથા ગૃહસ્થો પાસેથી પણ આવેલ છે. તેનું વાંચન અને મનન માણિભદ્રજી પ્રતિ આસ્થા વધારે તેવું છે. લેખક શ્રી રમણભાઈ અમારા પરમ માર્ગદર્શક રહ્યા છે. બોમ્બે યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે, મુંબઈ જૈન યુવક મંડળ અને અનેક સંસ્થાઓમાં મોભી તરીકેની તેમની સેવા નોંધપાત્ર બની છે. પ્રવચનક્ષેત્રે પૂર્ણ પટુતા ધરાવે છે. માનવસેવાનાં અનેક સત્કાર્યોમાં સાથીઓ સાથેનું ઘણું મોટું તેમનું યોગદાન છે. - સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860