Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
800
તપાગચ્છાધિષ્ઠાયક
સંપૂર્ણ શરીરને પણ સોંપી દઈ તીર્થંકર નામકર્મ બાંધ્યું ને ૧૬મા પ્રભુ શાંતિનાથ બન્યા.
– પ્રભુ નેમિનાથના શાસનકાળમાં પતિના ભયથી પ્રભુ નેમિનાથનું શરણું લઈ કૂવામાં આપઘાત કરનાર પત્ની માટી અધિષ્ઠાયિકા દેવી અંબિકા બની છે, જે દેવી સ્વપ્ન-દર્શન દ્વારા સજ્જનમંત્રી પાસે આવી અને ગિરનારમાં નેમિનાથજીનું દહેરાસર કરાવ્યું. તે જ દેવીને વિસલદંડ નાયકે સાધનાઓથી સાધી ત્યારે તેને આબુના પર્વતો વચ્ચે સુંદર જિનાલય સંપન્ન કરવામાં સહાય બક્ષી છે.
૭– પરમાત્મા પાર્શ્વનાથને સાધનાકાળમાં તાપસ મટી કમ્મટ્ટ બનેલો દુષ્ટ દેવ ઉપસર્ગ દેવા લાગ્યો, ત્યારે નાગ મટી ધરણેન્દ્ર દેવ બનેલ જીવે પ્રભુની રક્ષા દ્વારા ભક્તિ કરી તે જગજાહેર ઘટના છે.
૮- પ્રભુ વીરના સાડાબાર વર્ષીય તપોસાધનાના કાળમાં, કેવળજ્ઞાન પછી અને નિર્વાણ પશ્ચાતું પણ અનેક દેવતાઈ ઘટનાઓ ઘટી જે નોંધનીય છે. તેમાંય વ્યંતરી કટપૂતના તથા એક જ રાત્રિમાં ૨૦-૨૦ ઉપસર્ગો વરસાવી દેનાર અભવ્ય સંગમદેવ પૃથ્વી ઉપર સ્વયં જ આવ્યા
હતા ને?
૯- સાધનાકાળ વખતે પ્રભુ વરને તો મૌન સાધના જ ભલી હતી; પણ તેમના સંસારી પક્ષનો માસિયાત ભાઈ મરી જે વ્યંતર થયો હતો તે વ્યંતરદેવ સિદ્ધાર્થે પ્રભુના કાયપ્રવેશ પછી અનેક વાર અનેકોને આડા-અવળા જવાબ આપી–અપાવી અનેક દુર્ઘટનાઓ ઊભી કરી દીધી હતી.
૧૦– સ્વયંહરિણેગમેષી દેવ પ્રભુના ઘેર આવી તેમના ગર્ભને દેવાનંદા બ્રાહ્મણોની કુક્ષીમાંથી રાણી ત્રિશલાદેવીના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં સફળ બન્યો હતો. તે પછી તો પ્રત્યેક તીર્થંકરોને હુલરાવવા છપ્પન દિકકુમારીઓ આવે, મેરુ ઉપર મહોત્સવ માટે ઇન્દ્ર પાંચ રૂપો કરે વગેરે ઘટનાઓ તો લોકવિખ્યાત છે જ.
૧૧- કેવલી પ્રભુ વીરને વાંદરા અને ભક્તિ કરવા માનિક દેવલોકની બહુપુત્રિકા દેવી આવી, નાટક કર્યું ને નાનાં નાનાં અનેક બાળકો વિકુવ્યાં, જે દશ્ય સમવસરણમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
૧૨– કેવળી પ્રભુવીરના દર્શનાર્થે અનેક દેવો દેવવિમાન સાથે આકાશમાંથી ઊતરવા લાગ્યા, તે જોઈ બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ ગણધર ગૌતમને આશ્ચર્ય થયું કે આ દેવો ભૂલા પડ્યા લાગે છે, જેથી મારા યજ્ઞને વધાવવાને બદલે આગળ નીકળી રહ્યા છે.
૧૩- કંબલ-સંબલ નામના બે દેવો જે પૂર્વ ભવમાં બળદ છતાંય મરતાં નવકાર પામ્યા હતા, તેઓએ દેવરૂપે પ્રત્યક્ષ હાજર થઈ નદી ઓળંગતાં થયેલ વ્યંતરીના ઉપદ્રવથી પ્રભુવીરને મુક્ત કર્યા હતા.
૧૪– વાવડીઓના મોહમાં મરી દેડકો બનેલ નંદમણિયાર શ્રેષ્ઠીનો જીવ ફરી શ્રેણિકરાજના ઘોડાના ડાબલા નીચે કચડાઈ મર્યો પણ શુભ ધ્યાને દુર્દરાંક દેવ બન્યો. સમવસરણમાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860