Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 814
________________ 798 તપાગચ્છાધિષ્ઠાયક જ એવા એક નહિ પણ એકાવન પ્રસંગોને પ્રસ્તુત કરી દેવતાઈ બળોનો પરિચય પ્રાપ્ત કરાવી શકાણો છે, જે માટે આ પછીનું આગમિક-શાસ્ત્રીય અને વિવિધ માહિતીપ્રદ લખાણ ખાસ અવગાહવા જેવું લાગે છે. પણ તે પૂર્વે એક અગત્યની ઘટના સ્મૃતિમાં આવે છે. વિ. સં. ૨૦૩૦ ચાલુ હતી, ત્યારે પરમાત્મા વીરની ર૫૦૦મી નિર્વાણતિથિની ઉજવણી ઠેર ઠેર વિધવિધ રૂપે ચાલુ હતી. ઠીક વીર પ્રભુના જન્મ-કલ્યાણકનો દિવસ ચૈત્ર સુદ તેરસ આવ્યો. ઝરિયાના મૂળનાયક પ્રભુ વીરની અંગરચના તે દિવસે મારો સંસારી મિત્ર કિરણકુમાર કે. શાહ ચડતા પરિણામે કરવા લાગ્યો, અને હું પણ પ્રથમ વાર જ આંગી રચવામાં મદદ કરવા જોડાયો. ઉમંગ-રંગ ને શુભ્ર ભાવોના સત્સંગ સાથે પરમાત્માની આંગી રચાણી, અને તે પછી તો ન જાણે કેટલીય વાર ઘરથી દહેરાસર આવી આંગીનાં દર્શન કરી કરી મનમાં સુકૃતની અનુમોદના કરવા લાગ્યો. દિવસ આખોય આમ આંટાફેરામાં પસાર થઈ ગયો, ત્યાં સાંજ પડી ને સમાચાર મળ્યા કે પરમાત્મા વીરના મસ્તક ઉપર રહેલ છત્ર ચાલે છે. તમાશાને તેડું તે શું હોય? ગામ આખુંય ભેગું થયું. ખરેખર છત્ર બહુ જ વ્યવસ્થિત રીતે ગોળ-ગોળ ફરતું હતું, જે ઘટના સગી આંખે સતત ૪-૫ કલાક નિહાળી, દૂરદૂરના ભાવિકોએ પણ દર્શન કર્યો, જે સત્ય ઘટના પછી તે ચમત્કારને કારણે સૌની શ્રદ્ધાના નમસ્કાર માણિભદ્રને થવા લાગ્યા. તે સમય પછી નવલખા જાપના પ્રતાપે દેવતાઈ ચમત્કાર રૂપે ત્રણ વખત મોતના મુખમાં પ્રવેશ કરી આબાદ બચી ગયો. પ્રથમ વાર ઑફિસમાં ગુંડાઓએ કરેલ સશસ્ત્ર આક્રમણ, બીજી વખત ઠીક ૬૮ તીર્થોની જાત્રા પછી ૬૯મા તીર્થ નાકોડા તરફની બસ દ્વારા જાત્રામાં નડેલ અકસ્માત ને ૯ જાત્રાળુઓનાં મરણ તથા ત્રીજી વખતે ગૌહાટીથી કલકત્તાની પ્લેન–સફરમાં લાગેલ આગ ને ચમત્કારિક રીતે બચવાનું થયેલ. જો કે ત્રણેય દુર્ઘટનાઓ વખતે કુદરતી નવકારસ્મરણ થઈ ગયેલ, છતાંય જાણે કોઈ છૂપી દેવતાઈ સહાયનો પ્રતાપ–પ્રભાવ હોય તેમ આજેય મનમાં વસેલું બેઠું છે. પુણ્ય પ્રબળ હોય ત્યારે કનિમિત્તો પણ દુર્બળ પુરવાર થાય છે અને પુણ્ય પાંગળું પડતાં જ નાનાં નિમિત્તો પણ નધાર્યાં તોફાનો મચાવી શકે છે તેમાં શંકા નથી. જે હોય તે, પણ ' સાંચને આંચ ન આવે તેમાં પણ દૈવી સહાય હોઈ શકે. દેવસ્ય દુર્લભં દર્શનમ્ અનેક તીર્થોના મૂળનાયક પ્રભુની પધરામણીમાં થતી દેવતાઈ ઘટનાઓ, પ્રતિષ્ઠા પછી દહેરાસરમાં રાત્રે નાચગાન-ગીત-સંગીતના અવાજો, છત્રોનું ચાલવું, કેસરવર્ણ જ્યોત વગેરે દેવતાઈ ચમત્કારો આજના દુર્લભ દેવતા-દર્શનના કાળમાં વિસ્મયકારી લાગે તો આશ્ચર્ય નહિ, પણ પૂર્વના કાળમાં તો પુણ્યશાળી પુરુષોત્તમ તીર્થપતિઓની રોવામાં દેવો અવારનવાર આવી વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860