________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
773
શ્રી માણિભદ્રવીરની સહાય: 'મારા બાલ્યકાળના અનુભવો
– રમણલાલ ચી. શાહ
અનેકના જાતજાતના સ્વાનુભવો સાંભળીએ કે વાંચીએ છતાંય સ્વાનુભવની સુખદ સફર સૌથી શ્રેષ્ઠ હોય છે. શ્રદ્ધાભક્તિ અને બહુમાનના સથવારે સંકલ્પ સાથે આદરેલું નાનું પણ કામ જ્યારે સફળ બને છે ત્યારે અત્યંત આનંદ સાથે સૌ કોઈ પોતાના ઈષ્ટદેવનો ઉપકાર માથે ચડાવી ઋણાનુબંધ વધ્યાનો અહેસાસ કરે છે.
આવો જ એક સ્વાનુભવ પ્રસ્તુત લેખના લેખકશ્રીને થયો છે, જેઓએ પણ પ્રાપ્ત થયેલ માણિભદ્રજીની કૃપાને રજૂ કરવા સવિસ્તૃત પ્રસંગોલેખ કર્યો છે, જે દ્વારા પોતાના બાલ્યકાળના એ દિવસોને સ્મૃતિમાંલઈ આ ગ્રંથની શોભામાં વધારો કર્યો છે. એટલું જ નહીં પણ મુંબઈથી પ્રગટ થતા 'પ્રબુદ્ધ જીવન સામયિકમાં પણ આ જ લેખ થોડા સમય પહેલાં પ્રગટ કરીને દાદાના મહિમાગાનમાં પણ વૃદ્ધિ કરી છે.
ચમત્કારોને નમસ્કાર તો સૌ કરે; પણ એવા ચમત્કારો માત્ર અંધશ્રદ્ધાની એક માત્ર ઊપજ ન બની રહે તેવી કાળજી સૌને ન પણ હોય જ્યારે લેખકશ્રી તે દૂષણથી પર રહી પોતાના નાનામોટા અનુભવોને વિવિધ દષ્ટિકોણથી રજૂ કરી રહ્યા છે. આવા જ સ્વાનુભવવાળા અન્ય લેખો પણ પૂ. સાધુ-સાધ્વીજી મહારાજો તથા ગૃહસ્થો પાસેથી પણ આવેલ છે. તેનું વાંચન અને મનન માણિભદ્રજી પ્રતિ આસ્થા વધારે તેવું છે. લેખક શ્રી રમણભાઈ અમારા પરમ માર્ગદર્શક રહ્યા છે. બોમ્બે યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે, મુંબઈ જૈન યુવક મંડળ અને અનેક સંસ્થાઓમાં મોભી તરીકેની તેમની સેવા નોંધપાત્ર બની છે. પ્રવચનક્ષેત્રે પૂર્ણ પટુતા ધરાવે છે. માનવસેવાનાં અનેક સત્કાર્યોમાં સાથીઓ સાથેનું ઘણું મોટું તેમનું યોગદાન છે.
- સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org