________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
763
કયાંક માણિભદ્ર વીર તરીકે ઓળખ મળે છે. કયાંક ' યક્ષ શ્રી માણિભદ્ર સ્વરૂપે જોવા મળે છે. તો વળી ક્યાંક યક્ષ શ્રી માણિભદ્ર વીર' એમ યક્ષ અને વીર તરીકે પણ પહેચાન મળે છે. આમાં સાચી ઓળખ કયી ? એ મેળવવી બહુ જરૂરી છે. ઓળખ સાચી હોય અને એ મુજબ વ્યક્તિને નવાજવામાં આવે, તો વ્યક્તિની સાચી કદર થઈ શકે ... અન્યથા કયારેક લેવાના બદલે દેવા થઈ જાય. 'પ્રાઈમ-મિનિસ્ટર ( Prime Minister ) ચીફ મિનિસ્ટર (Chief Minister) છે બંને મિનિસ્ટર છતાં બંને વચ્ચે ઘણો મોટો ફર્ક છે. ' પ્રાઈમ મિનિસ્ટર' સાંભળતાંની સાથે જ સમસ્ત ભારતના વડાપ્રધાન તરીકેનું વ્યક્તિત્વ સમજગોચર બને છે. અને ચીફ મિનિસ્ટર સાંભળતાં ગુજરાત કે અન્ય રાજ્યના મુખ્ય પ્રધાન તરીકેનું વ્યક્તિત્વ મગજમાં ઊપસી આવે છે. હોય પ્રાઈમ મિનિસ્ટર અને એને સંબોધન કરીએ ચીફ મિનિસ્ટર, તો કેવું બેહૂદું લાગે? એટલું જ નહિ, આમ બોલવામાં ક્યારેક માર ખાવાનો ય મોકો આવે. અને એ જ રીતે ચીફ મિનિસ્ટરને પ્રાઈમ મિનિસ્ટર તરીકે સંબોધન કરવામાં આવે તો ય મૂર્ખતામાં જ ખપીએ કે કેમ? ' યક્ષ' અને 'વીર' વચ્ચે આવો જ તફાવત છે. યક્ષ બહુ ઊંચી જાતનો હોદો છે. વીર એનાથી બહુ નીચી જાતનો હોદ્દો છે. જૈન દર્શને મૂલતઃ ચાર પ્રકારના દેવ માન્યા છે. ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક. આ રીતનો ક્રમ દેવલોકની ઉત્તરોત્તર સ્થાન વ્યવસ્થા આ ક્રમથી જ છે માટે આપ્યો છે. સૌથી નીચે એટલે કે મનુષ્યલોકથી પણ નીચે ભવનપતિ દેવ આવે છે. એની ઉપર વ્યત્તર દેવ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org