________________
510
તપાગચ્છાધિષ્ઠાયક
માણિભદ્રદાદાની પ્રતિમા ખૂબ જ પ્રભાવિક જણાય છે.
દક્ષિણ મહારાષ્ટ્રના શત્રુંજય તીર્થના હુલામણા નામથી સુપ્રસિદ્ધ કુંભોજગિરિ તીર્થનો મહિમા પણ ન્યારો છે. સવાસો વર્ષ પહેલાંનું જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન જિનાલય – આ તીર્થની તળેટીમાં બિરાજમાન માણિભદ્રજીની પ્રતિષ્ઠા પાંચ વર્ષ પહેલાં જ થઈ; જ્યારે આ કુંભોજગિરિ ડુંગર ઉપરના માણિભદ્રજી ૧૩૦ વર્ષ પ્રાચીન છે, અત્યંત મહિમાવંત છે, જેનો ચમત્કાર અનેક ભાવિકોએ અનુભવ્યો છે. પૂનાથી લગાવીને મદ્રાસ સુધીમાં આ એક માત્ર ૧૩૦ વર્ષ પ્રાચીન તીર્થ છે.
મહારાષ્ટ્રનાં અનેક સ્થળો જેવાં કે કોલ્હાપુર, સાંગલી, ઈચલકરંજી, વીટા આદિ સ્થળોએ માણિભદ્રજીની મૂર્તિઓ બિરાજમાન છે.
કર્ણાટકમાં બેલગાંવ નગરે મારવાડી સ્થાપિત જૈન શ્વેતાંબર સંઘ સંચાલિત જિનાલયમાં ૧૫૦ વર્ષ પ્રાચીન મહાચમત્કારિક શ્રી માણિભદ્રજીએ અનોખો પ્રભાવ ઊભો કર્યો છે.
મહારાષ્ટ્રમાં ૪૪ સ્તંભોથી યુક્ત નવજીર્ણોદ્ધારિત અને નવપ્રતિષ્ઠિત સંભવનાથ ભગવાનનું ત્રણ શિખરોવાળું ગગનચુંબી જિનમંદિર આખાય મહારાષ્ટ્રમાં અલૌકિક ગણાય છે. આ મંદિરમાં બિરાજમાન માણિભદ્રજીની પ્રતિષ્ઠા બે વર્ષ પૂર્વે જ થઈ છે.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં મોટી મારડ ગામના માણિભદ્રજી પણ ખૂબ જ પ્રભાવિક
મહારાષ્ટ્રના મીરજમાં સુમતિનાથનું જિનમંદિર દેવવિમાન તુલ્ય-સંપૂર્ણ પાષાણનું બે વર્ષ પહેલાં પ્રતિષ્ઠા કરવામાં આવી. અત્રે બિરાજમાન માણિભદ્રજી ખૂબ જ પ્રભાવિક છે.
રાજસ્થાનમાં સાંચોર નગરના મહાવીરસ્વામી દેરાસરમાં પણ માણિભદ્રજી ૪૦૦ વર્ષ પહેલાંના પ્રાચીન છે.
મધ્યપ્રદેશમાં રતલામ – મોતીબાપજી જૈન શ્વે. મૂ. મંદિરમાં બિરાજમાન મહાપ્રભાવક શ્રી માણિભદ્રજીનો પ્રભાવ પણ અનેરો જણાવાય છે. રતલામ શહેરના મધ્યભાગમાં ગગનચુંબી શિખરથી અલંકૃત પરમાત્મા શ્રી મલ્લિનાથ ભગવાનનું એક ભવ્ય મંદિર છે. તે મોતીબાપજી જાતિનું હોવાથી તે નામથી ખ્યાત છે. આ મંદિરના નિર્માતા અને તેના માલિક યતિશ્રી મોતીબાપજી હતા. વર્ષો સુધી તેમની માલિકીનું જ રહ્યું. તેઓ આ મંદિરની ખૂબ જ સંભાળ રાખતા હતા – આ મંદિરના બહારના ભાગમાં શ્રી માણિભદ્રદાદાની સ્થાપના થયેલી છે, જે ખૂબ જ ચમત્કારી અને પ્રભાવક ગણાય છે.
શ્રી મોતીબાપજીને દાદાના પરમ ઉપાસક હતા. તેમની શ્રેષ્ઠ આરાધનાથી આ સ્થળ પ્રભાવશાળી બન્યું. મોતીબાપજીને તો જાણે સાક્ષાત્કાર થયો – તેમના કાળધર્મ બાદ પણ જનસમુદાય તેમના પ્રતિ એટલો જ શ્રદ્ધાવાન રહ્યો કે દર્શનાર્થીઓનાં દરેક કાર્યો દાદાના પ્રભાવથી પૂર્ણ થતાં રહ્યાં. શ્રદ્ધાભક્તિની આજે પણ એ જ પરંપરા ચાલુ જ છે. વાંછિતપૂરક એવા માણિભદ્રદાદાની આજે પણ ઘણા લોકો શ્રદ્ધાથી પૂજા આદિ કરી રહ્યાં છે. રતલામ શહેરમાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org