________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
643
છે. દુઃખ કે વ્યથા સ્વપ્રમાં પણ દેખા દેતી નથી. પરિવાર પણ અનુકૂળ છે. દોગંદકદેવ જેવા ભોગસુખની સામગ્રીનો ભોગવટો માણતા આ પરિવાર ઉપર એકાએક કાળભૈરવ ત્રાટક્યો. એક ગોઝારી ક્ષણે પિતા ધર્મપ્રિયનો આકસ્મિક દેહાંત થયો.
માણેકશા બાળ છે છતાં તેની ચતુરાઈનો પાર નથી.બુદ્ધિપ્રતિભા ગજબની હતી. ઓજસ્વી નૂર ભલભલાને આકર્ષે એવું હતું.
પતિના આકસ્મિક અવસાનથી વ્યથિત પત્ની જિનપ્રિયાને કારમો આઘાત લાગ્યો છતાં કુદરત, કર્મ અને ભવિતવ્યતાના તત્ત્વજ્ઞાનને સમજેલી શ્રાવિકાએ મન મનાવી લીધું. શોકમય અવસરને શ્લોકમય બનાવી પુત્ર પ્રત્યે માતાપિતા ઉભયની ફરજ બજાવવામાં એવી લાગી પડી કે પુત્રને છાપરું ઊડી ગયાનો ખ્યાલ જ ના આવે.
કાળના પ્રવાહની સાથે માણેકશા મોટો થતો ગયો. પિતાની ગેરહાજરીનું ભાન થતાં ઘરનો કારભાર માથે લઈ લીધો.
પ્રતિભા, પુણ્ય અને પરાક્રમના ત્રિવેણી સંગમ માણેકશાએ ટૂંક સમયમાં સર્વક્ષેત્રે અણધારી સિદ્ધિઓ હાંસલ કરી. ધંધાનો વિકાસ, સમૃદ્ધિનો વિકાસ, સાંસારિક વ્યવહારોનો વિકાસ! પુણ્ય જાણે સોળે કળાએ ખીલી ઊઠ્યું.
સમૃદ્ધિની રેલમછેલ વચ્ચે પણ માણેકશાએ માતા–પિતાએ પ્રગટાવેલા ધર્મ–સંસ્કારના દીવડાને ઝાંખો પડવા દીધો ન હતો. ઉપરથી ઉત્તરોત્તર ધર્મકાર્યો દ્વારા સંસ્કારદીપકને વધુ પ્રજ્વલિત કર્યો હતો. ધન વધતાં ધર્મ વધે એ એક આશ્ચર્ય જ ગણાય.
જમાનાવાદના ચક્કરમાં કે સમૃદ્ધિના કેફમાં વ્હાલસોયો દીકરો સર્વતોમુખી પાયમાલી નોતરી ના બેસે એ માટે માતા જિનપ્રિયા સજાગ હતી.
ધંધાનો વિકાસ ઉજ્જૈનથી પાલી સુધી વિસ્તર્યો હતો. શરીર ઉપર યુવાનીના તેજલિસોટા ઊભરાતા હતા. સમય પારખુ માતાએ ધારાનગરીના હીમાશેઠની પુત્રી આનંદરતિ સાથે તેનું લગ્ન કરાવી આપ્યું.
મોક્ષને નજર સમક્ષ રાખી ધર્મ, અર્થ અને કામ - ત્રણે પુરુષાર્થો એકબીજાને બાધક ના બને એ રીતે સ્પર્ધાથી પ્રગતિ કરી રહ્યા હતા. મહાસંયમી આનંદવિમલસૂરિ આ કુટુંબના ઉપકારી ગુરુ હતા, માણેકશાને આનંદરતિ ઉપર જેવો નિર્મળ પ્રેમ હતો તેવી જ નિર્મળ શ્રદ્ધા આ family ગુરુ ઉપર હતી. તેમની જ પ્રેરણા પામીને ધર્મની જ પ્રધાનતા રહે અને સંસારમાં રહીને પણ આત્મશુદ્ધિ અને પુન્યવૃદ્ધિ થતી રહે એ હેતુથી ઘરમાં એક ભવ્ય ગૃહમંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
પરમાત્મા નિકટ આવતાં માણેકશાનો આત્મા વિશેષ ધર્મોન્મુખ બન્યો. એક બાજુ ગુરુદેવોના પ્રવચન-અમૃતનું પાન કરી શાસ્ત્રજ્ઞાનને આત્મસાત્ કર્યું તો બીજી બાજુ કાલોચિત પૌષધ-પ્રતિક્રમણ–પરમાત્મભક્તિ – પાંચ અણુવ્રતોના પાલન વિ. ધર્માનુષ્ઠાનોનાં આચરણ કરી ક્રિયારુચિ પણ આત્મસાત્ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org