________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
શ્રી માણિભદ્રદાદાનું દુર્લભ શાસન
* પૂ.સાધ્વીજી શ્રી પદ્મયશાશ્રીજી મહારાજ
સાવ સરળ અને સાદી ભાષામાં લખાયેલ આ લેખ સાધ્વી—સમુદાયમાંથી સંપ્રાપ્ત થયેલ આ એક વિરલ લેખ છે, જે પ્રાયે લેખિકાની નાની ઉમ્ર-પર્યાયથી શ્રી માણિભદ્રદાદા પ્રતિ શ્રદ્ધા-બહુમાનની અભિવ્યક્તિની જરૂર પ્રતીતિ કરાવે છે.
માણેકશાહના જીવનચરિત્રને વાર્તારૂપે વહાવતો આ લેખ આબાલગોપાળ સૌને ગમે તેવો છે. આ કથાલેખના વાંચન પછી અન્ય વિદ્વાનોના લેખો જે પણ્યશાળી પુરુષનાં જીવન–રહસ્યો માટે પ્રકાશિત થયા છે, તે સમજવા વધુ સુગમ અને સરળ બનશે.
તપાગચ્છના સંરક્ષણની જવાબદારી સ્વીકારનાર તથા તેને અદા કરનાર યક્ષરાજ શ્રી માણિભદ્રજી છે. આથી જ તપાગચ્છીય સર્વ સ્થાનોમાં તેઓશ્રીની સન્માનનીયતા જોવામાં આવે છે.
Jain Education International
651
મહાપુરુષોના આવા જીવનકવનમાંથી આપણે હંમેશાં આત્મગુણો મેળ વવા પ્રયત્ન કરીએ. ભાવકરુણાના સાગરસમાં આવા જ્ઞાની સાઘ્વીરત્નો પોકારી પોકારીને આપણને જીવનમા હરપળે સાવધ રહેવાનું કહે છે. શુભનિષ્ઠા અને શુભ ભાવનાથી શરૂ કરેલા દરેક શુભ કાર્યોમાં હમેશા કોઈ અદશ્ય શક્તિ સહાયક બની જ રહે છે તેમાં કોઈ શંકા નથી. - સંપાદક
ઉજ્જૈનીનગર : માળવા નામનો વિખ્યાત દેશ છે. તેમાં ઉજ્જૈની નામે સુવિખ્યાત નગરી
આવેલી છે. તેની આજુબાજુ ઘણાં તીર્થો આવેલાં છે. હતી. તે વાણિજ્ય—વેપારથી ધમધમતી હતી.
આ નગરીની ભવ્યતા, જાહોજલાલી અપૂર્વ
For Private & Personal Use Only
www.jainelibrary.org