________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
691
(૩) આ. શાંતિસોમસૂરિ (ખાખી) અને માણિભદ્રવીર :
વિજાપુરથી ૫ કોશ દૂર આગલોડ ગામ છે. ગામની બહાર નૈઋત્ય ખૂણામાં આ. શાંતિસોમસૂરિએ સં. ૧૭૩૩માં પ્રતિષ્ઠા કરાવેલ માણિભદ્રનું મોટું જૈન દેરાસર છે.
[– વિજાપુર બૃહદ્ વૃત્તાન્તમાંથી ] આગલોડ ગામમાં જ્યાં ભ. સુમતિનાથનો પ્રાસાદ હતો, ત્યાં સહસ્રમલ રાજાના યુવરાજનો પુત્ર રાજા રામસિંગ હતો, ત્યારે સં. ૧૭૩૩માં આ. શાંતિસોમે ચોમાસું કર્યું હતું. તે મોટો તપસ્વી હતો. તેમણે ૧૨૧ દિવસ સુધી આયંબિલનું તપ ચાલુ રાખી માણિભદ્રવીરની આરાધના કરી.
માણિભદ્રવીરે ૧૨૧મા દિવસે પ્રત્યક્ષ થઈ આચાર્યને કહ્યું, ' મુનિવર ! હું તમારા જાપથી સંતુષ્ટ થયો છું, જે જોઈએ તે માગો.' | મુનિવરે કહ્યું, "હે ક્ષેત્રપાલ ! આગલોડમાં સિદ્ધવડ જેવો વડ છે, ત્યાં તમે પધારી તમારું સ્થાન જમાવો અને એ સ્થાનનો સર્વ રીતે મહિમા વધારો. તમને છએ દર્શનવાળા માને છે, તો અહીં આવી વસો અને ભક્તોની કામનાઓ પૂરી કરો."
માણિભદ્રવીરે આ. શાંતિસોમની માગણીથી આગલોડમાં વડ નીચે આવી વાસ કર્યો અને ત્યારથી સૌને તેનો પરચો થવા લાગ્યો, એટલે આ. શાંતિસોમસૂરિએ સં. ૧૭૩૩માં રાજા રાયસિંગના સમયે આગલોડ વડ નીચે માણિભદ્રવીરને વસાવી, તેનું તીર્થ સ્થાપન કર્યું.
(૪) કવિરાજ પં. અમૃતવિજયજી (ઓલિયા) અને માણિભદ્રવીરઃ
વૃદ્ધો કહે છે કે, વિજાપુરમાં તપગચ્છના વિજયદેવસૂરિ સંઘના (૬૦) ભ. દેવવિજયસૂરિ, (૬૧) વિજયસિંહસૂરિ, (૨) વિજયપ્રભસૂરિ, (૩) પં. મુક્તિવિજય ગણિ, (૬૪) પં. ભક્તિવિજય ગણિ, (૫) પં. વિદ્યાવિજય ગણિ, (૬) પં. રૂપવિજયગણિ, (૭) પં. રંગવિજય ગણિ, (૬૮) ઉ. વલ્લભવિજય ગણિ થયા હતા. [ – જે. સ. પ્ર. ક્ર. ૯૭]
(૬૭) પં. રંગવિજય ગણિવરના મોટા શિષ્ય પં. યતિવર અમૃતવિજયજી હતા (પ્રક. ૧) તે વૈદું, મંત્ર, તંત્ર અને કાવ્યકળામાં નિષ્ણાત હતા. તે દર ગુરુવારે આગલોડમાં માણિભદ્રવીરની યાત્રા કરવા જતા હતા. તેમણે વૃદ્ધ થયા બાદ આગલોડ જવાની તાકાત ન રહેવાથી વિજાપુર અને આગલોડના રસ્તા વચ્ચે મસાણેશ્વર મહાદેવ (મસેશ્વર મહાદેવ)ના દેરા પાસે એક ખેતરમાં દેરી બનાવી, માણિભદ્રવીરની સ્થાપના કરી હતી. તે સાગર શાખાના ભટ્ટારક શાંતિસાગરની આજ્ઞામાં રહેતા. તેમણે સં. ૧૯૦૧માં વાઘણ પોળના જિનપ્રાસાદોમાં જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા કરાવી હતી.
તેમણે વિજાપુરમાં બ્રાહ્મણોના માઢ પાસે સરસ્વતીની દેરી પણ બનાવી હતી.
તેમણે ૧૨ ભાવનાના અધિકારના ગુજરાતી સવૈયા ૨૮ રચ્યા છે. તેમાંથી તેમની કવિત્વ શક્તિ અને ઉચ્ચ જીવનનો પરિચય મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org