________________
694
તપાગચ્છાધિષ્ઠાયક
ઇન્દ્રો આવે છે. તેમાં યક્ષની જાતિ તરફથી બે ઇન્દ્રો (૧) માણિભદ્રવીર અને (૨) પૂર્ણભદ્રવીર આવે છે.
(દર્શન રત્નાકર લહેરીરજી, તરંગ- ૧લો તથા પ્ર. ૫૩–પૃ. ૫૭૭)
વીરની આરાધના :
(૧) માણિભદ્રની આરાધના અને પૂજા માટે સાધારણ રીતે આઠમ તથા ચૌદશ તિથિઓ અને ગુરુવાર તે ઉત્તમ દિવસો છે.
(૨) બાધા – તેની બાધા મહા સુ. ૫, વૈ. ૧ કે આસો સુ. ૧૦ ના રોજ અથવા આઠમ કે ચૌદશ, રવિવાર કે સોમવારે મુકાય છે. - અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજો સિસોદિયા ઓસવાલ જૈનો મગરવાડા અથવા આગલોડમાં" માહેત" માટે જાય છે. જે બાળકનું લગ્ન થવાનું હોય તે લગ્ન કર્યા પહેલાં ત્યાં કુટુંબ સાથે જાય છે, સારા દિવસે માણિભદ્રવીરની સામે ઘીનો દીવો કરી સુખડીનો થાળ પોતાને માથે ધરી ચોટીએ અડાડી વીરની સામે મૂકે છે. ત્યાર પછી આ સુખડી ત્યાં હાજર રહેલા દરેકને વહેંચે છે. આ સુખડી ત્યાંથી પાછી લવાય નહીં. લગ્ન થવાનું હોય તે છોકરા માટે વિધિ કરાય છે. પણ કોઈ કોઈ તો લગ્ન પહેલાં છોકરી માટે પણ આવી માહેત કરે છે.
નોંધ: સ્વાભાવિક બનવાજોગ છે કે અમદાવાદના ઓસવાલ જૈનોનાં ઘણાં સગાં-સંબંધી વિજાપુરમાં છે. આથી વિજાપુર થઈ આગલોડ જવાનું સરળ પડે છે.
પં. અમૃતવિજયજી (ઓલિયા)એ મગરવાડા જેટલું જ આગલોડ વીરનું માહાભ્ય બતાવ્યું હોય, આથી અમદાવાદના જૈનો આગલોડ જવાનું વધુ પસંદ કરતા હોય!
(૩) માણિભદ્રવીરની મોટી સાધના દિવાળીના રોજ કે ગ્રહણ અવસરે કરાય છે.
(૪) ધ્યાન રાખવું કે – માણિભદ્રવીર શુદ્ધ સમકિતી, શાન્ત, વિવેકી, સદાચારી અને ધર્મપ્રેમીને જ મદદ કરે છે, તથા પ્રત્યક્ષ થઈ દર્શન આપે છે.
(૫) જે સમકિત વગરનો હોય, સ્વચ્છંદી હોય તથા બીજા જે તે દેવોને માનતો હોય તેને માણિભદ્રવીર પ્રસન્ન થતા નથી.
દઢશીલે કરી થાપે મન, નિશિએ વિધિજયો પ્રસન્ન, પછે જે ચિતે તે પાવે, ઘર બેઠા સુખ સંપત આવે – ૧૫
(સં. ૧૭૦૮ પં. ઉદયવિજયગણિ કૃત છંદ) () એક નોંધપાત્ર સુમેળ મળે છે કે –આ. આણંદવિમળસૂરિવિજયશાખાના આદ્ય આચાર્ય વિજયદાનસૂરિ અને આ. વિજયદેવસૂરિ વગેરે તથા તપગચ્છ સાગરશાખાના મહો. ધર્મસાગર ગણિવર તેમ જ તપગચ્છ વિજયદેવસૂરિ સંઘ સાગર શાખાના ભટ્ટારક રાજસાગરસૂરિ અને શેઠ શાંતિદાસ ઝવેરી વગેરે મૂળ ઓસવાલ જ્ઞાતિના હતા. વિજયદેવસૂરિ ગચ્છનું બીજું નામ ઓસવાલ ગચ્છ પણ મળે છે. મણિભદ્રવીર પહેલા ઓસવાલ જૈન હતા અને અત્યારે સમકિતી જૈન દેવ છે. આ સુમેળમાંથી સહેજે તારવી શકાય છે કે – તે સૌના વંશ-વારસદારોનો રક્ષક દેવ-ઇષ્ટદેવ માણિભદ્રવીર જ હોય એ સ્વાભાવિક વસ્તુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org