________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
717
ધીર વીર ! સત્ય સ્વરૂપે પ્રકટ થાઓ."
" ગુરુ મહારાજ ! આપે મને ન ઓળખ્યો? " માણિભદ્ર વીરે દેવસ્વરૂપે પ્રગટ થઈ, સન્મુખ આવીને વંદન કર્યું.
" ઓળખું છું જગતના વંદનીય દેવોને કોણ ન ઓળખે? આપ તો દેવકોટિના દેવ જ છો ને? " ગુરુદેવે પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરતાં કહ્યું.
" આપ મને દેવસ્વરૂપમાં જોઈને એમ જ કહો એમાં નવાઈ નહિ. પરંતુ આપણી ઓળખાણ કંઈ એટલેથી જ અટકતી નથી." માણિભદ્ર દેવે જણાવ્યું.
"તો તેથી વિશેષ શી રીતે જાણી શકું? હું તો એક મનુષ્ય કોટિનો જીવ છું." આચાર્યશ્રીએ પોતાની યથાસ્થિત સ્થિતિ વ્યક્ત કરતાં કહ્યું.
" આપ અનુષ્ય કોટિના હોવા છતાં અનેક જીવોને દેવ કોટિમાં મૂકી શકવાનું સમર્થ્ય ધરાવનાર એક મહાન આત્મા છો." દેવે આચાર્યશ્રીના અજબ સામર્થ્યની સ્તુતિ કરતાં કહ્યું.
" હું તો અધિકારી જીવોને ધર્મબોધ આપીને સત્ય માર્ગ બતાવનાર નિમિત્ત માત્ર છું. ગુરુએ પોતાની માનવસહજ અશક્તિ વ્યક્ત કરતાં કહ્યું.
" ખરેખર, આપ તો ધર્મના મહાન સંરક્ષક છો. ભૂલેલા જીવોને સત્ય માર્ગ બતાવીને તેમના ધર્મની રક્ષા કરો છો. " માણિભદ્રએ ગુરુમહારાજની પુનઃ પ્રશંસા કરતાં કહ્યું.
" સાધુવેશ એ લોકકલ્યાણ સાધવામાં અને ધર્મની રક્ષામાં જ સાર્થક થાય છે. " આચાર્યશ્રીએ સાધુત્વની સાર્થકતા શામાં છે તે જણાવતાં ઉચ્ચાર્યું.
" ધન્ય છે ! આપની નમ્રતા, નિઃસ્પૃહતા અને સત્યતાને! " દેવે ગુરુદેવ પર ધન્યવાદ વરસાવ્યા.
" હવે આપ કૃપા કરીને કહેશો કે દેવકોટિમાં આપનું સ્થાન કયા દેવ સ્વરૂપે છે?" ગુરુએ પ્રશ્ન કર્યો.
" અત્યારે મને જે સ્થાન પ્રાપ્ત થયું છે તે આપ મહોદયનું જ અપાવેલું છે. " " મારું અપાવેલું? આપ શું કહો છો? " ગુરુ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા.
" હું ઉજ્જયિની નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીનો જીવ આજે વ્યંતર ઈંદ્ર વીર માણિભદ્રના નામે ઓળખાઉં છું."
" માણેકશાહનો જીવ! " ગુરુના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.
" હા, ગુરુદેવ એ જ ! આગ્રામાં ચાતુર્માસ કરવા આપના શરણમાં રહેલો, અને ત્યાં શ્રી સિદ્ધાચળ માહાભ્યનું શ્રવણ કરાવીને આપે જેનો ઉદ્ધાર કર્યો તે જ આ માણેકશાહ. " માણિભદ્રવીરે પોતાની પૂર્વકાળની પિછાન આપતાં જણાવ્યું.
" ત્યારે શું માણેકશાહનો....." ગુરુનું વાક્ય અધૂરું રહ્યું. "હા, દેહાંત થયો." અધૂરું વાક્ય માણિભદ્ર દેવે સંપૂર્ણ કરતાં કહ્યું. " ઓહ ! કેવી રીતે દેહાંત થયો તે કહેશો?" ગુરુએ ઊંડી ઉદ્વિગ્નતાથી પ્રશ્ન કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org