________________
696
તપાગચ્છાધિષ્ઠાયક
તપાગચ્છના અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રદાદા
–પૂ. મુનિશ્રી ચારિત્રવિજયજી મહારાજ
સને ૧૯૪રમાં પૂ. મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજશ્રીને ઉત્તર ગુજરાતના પાટણ શહેરના જ્ઞાનભંડારમાંથી એક પુરાણી પ્રત ઉપલબ્ધ થતાં પૂજ્યશ્રીએ માંગરોળ તપાગચ્છ સંઘની સહાયથી જે પુસ્તિકા સાડાપાંચ દાયકા પહેલાં પ્રગટ કરાવી હતી તેનો સારભાગ ટૂંકાવીને અત્રે રજૂ કરીએ છીએ.
– સંપાદક
આદિનિવેદન ... જુદા જુદા ગચ્છોના પ્રસંગવશાત્ જુદા જુદા દેવો અધિષ્ઠાયક તરીકે નિર્મિત થયા છે. તપગચ્છના અધિષ્ઠાયક માણિભદ્ર, ખરતરગચ્છના અધિષ્ઠાયક કાળભૈરવ, અચલગચ્છના અધિષ્ઠાયક મહાકાળી – એમ દરેક ગચ્છોના અધિષ્ઠાયક દેવો છે.
જ્યાં જ્યાં તપગચ્છના ઉપાશ્રય જૂના વખતના છે ત્યાં ત્યાં દરેક ઠેકાણે ઘણા ભાગે ઉપાશ્રયમાં માણિભદ્રની સ્થાપના હોય છે. આ રીતિ જાળવી રાખવા માટે આપણા તપગચ્છના યતિઓનો ઉપકાર માનવામાં આવે છે. યતિઓએ લાંબા કાળ સુધી જાહોજલાલી ભોગવી રાજા-મહારાજાઓને વશ કર્યા, ગામ ગ્રાસે મેળવ્યા અને સંઘને પણ કુશળતામાં રાખી સંઘનો અભ્યદય કર્યો. એ બધો પ્રતાપ તપગચ્છના મહાન અધિષ્ઠાયક દેવ માણિભદ્રનો છે. આજે પણ માણિભદ્રજીની માન્યતાઓ (માનતાઓ) ચાલે છે અને તે માન્યતાઓ ફળીભૂત પણ થાય છે.
જ્યાં સુધી યતિઓનો ઉપાશ્રયમાં વાસ હતો ત્યાં સુધી માણિભદ્રની પૂજા, સેવાભક્તિ સારા પ્રમાણમાં થતી હતી. હજુ ભક્તિવત્સલ શ્રાવકો પણ એમની સેવાપૂજા કરી રહ્યા છે, પરંતુ દિલગીરી સાથે લખવું પડે છે કે આધુનિક (વર્તમાન) સાધુ સમુદાયે માણિભદ્રજીનું માહાભ્ય ભુલાવ્યું છે. શ્રાવકોમાં પણ તેથી હાલમાં બંધાતા નવા નવા ઉપાશ્રયોમાં માણિભદ્રજીની સ્થાપના બિલકુલ કરવામાં આવતી નથી. એનું પરિણામ એ આવશે કે ભાવિતપગચ્છાનુયાયીઓ માણિભદ્રજીનું નામનિશાન પણ ભૂલી જશે. જ્યાં જ્યાં જે જે ઉપાશ્રયમાં માણિભદ્રની સ્થાપના હોય તે ઉપાશ્રય તપગચ્છનો છે એ સજ્જડ પુરાવો પણ હવે નાશ થવા બેઠો છે.
દંતકથા (એક) એવી ચાલે છે કે બીજા ગચ્છના આચાર્યે તપગચ્છમાં પોતાના અધિષ્ઠાયક દેવ દ્વારા ઉપસર્ગ શરૂ કર્યા. તેથી તપગચ્છના ઘણા શ્રાવકોનાં સાધુઓનાં પણ) મરણ થવા માંડ્યાં. આ ઉપરથી તપગચ્છના આચાર્ય મહારાજ ખૂબ અફસોસમાં પડ્યા છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org