________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
(૨) અમદાવાદમાં વિજયાનંદસૂરિ ગચ્છના ઉપાશ્રયમાં વીરનું સ્થાન છે. આ માણિભદ્રવીર બહુ ચમત્કારી મનાતા હતા. જૈનોને તેનો પરચો મળતો હતો, તેથી તેના પ્રત્યે મોટી શ્રદ્ધા હતી. હવે પછી તો, વહીવટદારોએ તે સ્થાનમાં જેવા તેવા " દેવ ચેટકોને " બેસાડી દીધા. આથી આ સ્થાનનું માહાત્મ્ય ઘટયું અને આરાધકોની એકનિષ્ઠા ચલવિચલ થાય તેવાં નિમિત્તો ઊભાં થવાથી પરચો ઘટવા લાગ્યો.
''
(૩) શ્રીપુરમાં અંતરિક્ષ પાર્શ્વનાથના ભોંયરામાં વી૨નું સ્થાન છે.
(૪) જયપુરના ઘાટમાં ગુણી નીચે મુહતાના ભ. પદ્મપ્રભના જિનાલયમાં વીરનું સ્થાન છે. (૫) અજમેરમાં લાખન કોટડીમાં તપગચ્છના ઉપાશ્રયના " પાછલ ઉપાશ્રય"માં એક કોટડીમાં વીરનું સ્થાન છે, જે આજે પણ ચમત્કારી મનાય છે. આ સ્થાનમાં રહેલા મનુષ્ય ઉપર બીજા કોઈની મૂઠ ચાલી શકતી નથી.
(૬) મોટા પોસીના તીર્થમાં ભ. નેમિનાથના જિનલયમાં ચમત્કારી માણિભદ્રવીર છે. [ - પ્રક. ૫૦ પૃ. ૪૫૦ ] (૭)શંખેશ્વર તીર્થ પાસે રાજા વનરાજ ચાવડાની જન્મભૂમિ " વણોદ"ના જિનાલયમાં વીરનું સ્થાન છે. ત્યાંના જૈનો જણાવે છે કે, તેની પાટ ઉપર કોઈ સૂઈ શકતો નથી. મણિભદ્રના સ્થાનમાં જેવા તેવા ચેટક દેવની મૂર્તિ કે ફોટો રાખો તો, રાતોરાત ત્યાંથી ગુમ થઈ જાય છે.
(૮) અમદાવાદ પાસે બારેજામાં ભ. વિજયરાજસૂરિ પ્રતિષ્ઠિત માણિભદ્રવીરનું સ્થાન છે. (૯) સૂઇગામના ઉપાશ્રયમાં માણિભદ્રવીરનું સ્થાન છે.
693
સ્વરૂપવર્ણન :
માણિભદ્રવીર સાધકને પ્રસન્ન થાય ત્યારે તેની સામે પોતાના મૂળ સ્વરૂપમાં બાલક રૂપે આવે છે. માણિભદ્રવીર ક્ષેત્રપાલ છે. તેને ઐરાવત હાથીનું વાહન હોય છે. સૂકરના જેવું મુખ, કાળો રંગ અને તેના દાંત ઉપર કેશરિયાજીનો જિનપ્રાસાદ હોય છે.
તેને બે ચાર કે છ હાથ છે. તેને છ હાથ હોય ત્યારે તેમાં ૧ ઢાલ ૨ ત્રિશૂલ ૩ માળા ૪ નાગ ૫ પાશ અને ૬ અંકુશ હોય છે.
માણિભદ્રવીરના ૧ મણિભદ્ર ૨ માનભદ્ર ૩ માણેકચંદ ૪ ગોડિયો વીર, વગેરે નામો મળે છે.
છંદકારો લખે છે કે – તપગચ્છી સોમશાખાના શાંતિસોમસૂરિ કહે છે કે – ઉજ્જૈનમાં બાવન વીરોનું સ્થાન છે, તેમાં ગોરડિયો વીર એ જ માણિભદ્ર, એટલે માણિભદ્ર બાવન વીરોમાંનો એક વીર છે, જેમાં તે " ગોરડિયા " નામથી પ્રસિદ્ધ છે. અને કંબોઈ તીર્થમાં માણિભદ્રવીરનું જે સ્થાન છે તે ગોરડિયા નામે પ્રસિદ્ધ છે.
પરંતુ માણિભદ્રવીરનો રંગ કાળો છે.
નિગમમત પ્રભાવક પં. સિદ્ધાંતસાગરગણિ લખે છે કે – તીર્થંકરોના જન્મોત્સવમાં ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org