________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
549
બોલીને શરૂઆત કરવી. ૧૦. આ મહાપૂજનમાં અષ્ટપ્રકારી પૂજા ૧, ૯, ૨૭, ૧૦૮ વાર કરી શકાય છે અને તે
પ્રમાણે સામગ્રી મંગાવવી જોઈએ.
(૧) શ્રી મણિભદ્રવીર – મહાપૂનનમ્ |
॥ अथ श्री माणिभद्रवीर महापूजनविधिविधानम् ॥ મહાપૂજનના દિવસે સવારે સ્નાત્ર પૂજા ભણાવવી તથા ભગવાનની યથાશક્તિ આંગી કરાવવી.
પછી, પૂજનની સર્વ સામગ્રી એકઠી કરી શુદ્ધ કરવી, અને તે સર્વે સામગ્રી ઉપર નવકારમંત્ર તથા શ્રી માણિભદ્રવીરનું સ્મરણ કરીને વાસક્ષેપ કરવો.
ત્યાર બાદ શુભ મુહૂર્ત કુંભસ્થાપના વિધિ અને દીપકસ્થાપના વિધિ કરવી.
(૨) અથ શુંમસ્થાપનવિધિઃ |
પ્રથમ સ્નાનવિધિ કરી પૂજાનાં વસ્ત્રો પહેરવાં. મંત્રેલા કેસરનું તિલક કરીને નાડાછડી અને મીંઢળ બાંધવાં. હવે સૌભાગ્યવતી બહેન દ્વારા નિમ્ન વિધિ આખી કરાવવી:
સર્વપ્રથમ ત્રણ નવકાર અથવા વજપંજર સ્તોત્ર બોલવું.
કુંભસ્થાપનભૂમિ શુદ્ધ કરીને તેના પર બહેન પાસે કંકુનો સાથિયો દોરાવવો અને તેના પર સવાશેર ડાંગર અથવા ચોખાનો સાથિયો કરાવવો.
વાસચોખા-ફૂલ અભિમંત્રિત કરવાં, ને કુંભને ગ્રીવાસૂત્ર બાંધવું. નિમ્ન મંત્ર કુંભ ઉપર લખવો કેશર દ્વારા:
a é સર્વોપદ્રવાન્ નાશય નાશય સ્વાહા ! કુંભમાં ચંદનનો સાથિયો કરાવીને તેમાં ૧ રૂપિયો રોકડો, ચોખા, સોપારી નંગ-૫, પંચરત્નની પોટલી આદિ મુકાવવું.
ત્યારપછી થોડું કૂવાનું અને થોડું અલગ શુદ્ધ અબોટ પાણી લઈ તેના વડે અખંડ ધારાપૂર્વક શુભ મુહૂર્તે એક નવકાર, એક ઉવસગ્ગહરં સ્તોત્ર અને મોટી શાંતિ ભણતાં-ભણતાં થાળી, વેલણ વગડાવતાં કુંભ ભરાવવો. તેમાં થોડુંક ગુલાબજળ ઉમેરવું. પછી કુંભ ઉપર શ્રીફળ, પાંચ પાન, લાલ વસ્ત્ર, નાડાછડી, મીંઢળ, મરડાસીંગ બાંધી ફૂલહાર પહેરાવવો.
ત્યારબાદ કુંભ ભરનાર બહેનના માથે તે કુંભ ઉપડાવી, ત્રણ પ્રદક્ષિણા દેવરાવી, થાળીડંકા સાથે કુંભસ્થાપનની જગ્યા પર આવીને " % હૈં ઢ: 4: 8: સ્વદા " મંત્ર સાત વાર બોલીને શ્વાસ સ્થિર કરાવીને, તે કુંભને સાથિયા પર સ્થાપન કરાવવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org