________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
617
શ્રી સિદ્ધાચલજીના શુભ સ્મરણથી
માણેકચંદ બને છે માણિભદ્ર વીર !
-પૂ. પંન્યાસપ્રવરશ્રી વીરરત્નવિજયજી મહારાજ
માણેકચંદમાંથી બનેલા માણિભદ્રજીની આ એક પ્રેરક કથા છે. માત્ર કથા જ નથી પણ એક માતાની અને સાથે ગુરુની વ્યથા છે. રસાળ શૈલી, પ્રસંગને ઉપાડવાની કળાથી જાણે જીવંત દશ્ય ભજવાતું લાગે.
દાચ આ જિનશાસન.. જેણે દેવી માતાનું સર્જન કર્યું કે જે માતાઓએ શાસનને જયવંતું બનાવ્યું. ધન્ય ધન્ય ગુરુવર્યોને કે જેમણે પ્રાણ ન્યોછાવર કરી શાસનને ચકચકિત બનાવ્યું.
કંઈકોનાં અંધારા ઉલેચાવી સન્માર્ગ અને સદ્ધર્મનું સુરેખ દર્શન કરાવ્યું.
ઈષ્યનો મહાનલ શું ન કરી શકે ? જ્યાં સુધી શાંત હોય ત્યાં સુધી હિમગંગા; પણ જ્યાં નાની સરખી ચિનગારી ભભૂકી ઉઠે છે ત્યારે એ કયા રાહે પહોંચે છે ? વિવેકબુદ્ધિનાં દ્વાર સદંતર બિડાઈ જાય છે.
સંસારને લાત સરી નીકળેલા અવૈરના આરાધક સમતાના સાગરતટે લટાર મારતા ૧૦-૧૦ મુનિઓ એ આંધીનો ભોગ બન્યા પછી અગિયારમાં એ બાળમુનિ હાશ અને હળવાશ અનુભવે છે તે કેવી રીતે ? તેનું સુરેખ દર્શન પૂજયશ્રીએ અત્રે કરાવ્યું છે.
- સંપાદક
૧. માતૃહૃદયની ઝંખના જેના વંદનથી દાનવમાંથી દેવ બનાય, માનવમાંથી મહામાનવ બનાય.........
મહાત્મા જેના સ્મરણથી મુક્તિ મેળવે, પામર પરમાત્મા બને. આવા અનોખા ગુણોથી ઓપતો ગરવો ગિરિરાજ, જેની પાવની છાયા પશુને માનવ બનવાનું સૌભાગ્ય બક્ષે. માનવને મૃત્યુંજયી બનાવે.
આવા એક અદ્ભુત ને અવર્ણનીય મહાતીર્થ શ્રી શત્રુંજયની ગૌરવગાથાને ગાતી આ દિવ્ય કથા છે, અને એ દિવ્ય કથાના નાયકનું જીવન પણ ઓજસ્વી, તેજસ્વી ને તપથી ભરપૂર છે.
૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org