________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
547
જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં નવી વિધિઓની રચનાઓ –સંકલનાઓ અને પૂર્તિઓ કરીને એક સંપૂર્ણ વિધાન બનાવવાનો યથામતિ પ્રયત્ન કરેલ છે. આમ છતાં પણ, સજ્જનોનાં સૂચનો આવકાર્ય છે.
‘અનિવાર્ય એવા ખાસ પ્રસંગો પર " આહુતિ વિધાન” આવશ્યક હોય છે. તેને જ " વિશિષ્ટ મહાપૂજન" તરીકે અત્રે સમાવવામાં આવેલ છે.
શુભ હેતુ અર્થે પ્રસિદ્ધ થઈ રહેલાં આ વિધાનોનો વિનાકારણે, જરૂર વગર, અનુભવ-જાણકારી સિવાય ગમે ત્યાં ઉપયોગ થવાથી લાભને બદલે નુકસાનનો પણ સંભવ રહેલો હોય છે તે જાણવા લાયક છે.
શુદ્ધિઓ જાળવવાનો શકય તેટલો પ્રયત્ન કરેલ છે.
જેનું પરિણામ નિરવ વ્યાપારમાં ફલિત થયું હોય, તેવા સાવધ વ્યાપાર પણ ઉપચારથી નિરવધ વ્યાપાર તરીકે, એક સાધનરૂપે ગણાવી શકાય છે અને ભવ્યોને ઈષ્ટસિદ્ધિનું કારણ એવો ભગવાનનો પુણ્ય પ્રભાવ મોટે ભાગે દેવકૃત હોઈ શકે છે. અને એટલે જ, જાગૃત અધિષ્ઠાયકો જે તે જિનેશ્વરપ્રભુની ભાવથી ભક્તિ કરનારાઓને તેમના મોક્ષમાર્ગને અલ્પવિનરૂપ બનાવવામાં પ્રાયઃ સહાયક બનતા હોય છે. સુશેષ કિં બહુના? ગોપ્ય ચીજો ગોપ્ય રહે તે વધુ ઠીક છે.
આ વિષયમાં વધુ જિજ્ઞાસાપૂર્તિ માટે પૂછપરછ કરવાની જરૂર હોય ત્યારે સંકોચ વિના સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. આ કાર્યમાં સહભાગી થનારા સર્વેનો હું સાધુવાદ કરું છું.
શાસનપ્રભાવનાનાં કાર્યોમાં અપ્રતિમ વૃદ્ધિ થાય તે રીતે એના વ્યાપક ઉપયોગ દ્વારા વધુ ને વધુ બંને મહાપૂજનો વધુ ને વધુ સ્થળે થયા કરે અને તે રીતે જનકલ્યાણમાં નિમિત્ત બને એ જ સુભકામના સાથે –
-મુનિ પ્રદીપચંદ્રવિજય
() શ્રી માળિદ્રવીર મહાદૂનનમ્ | (२) श्री माणिभद्रवीर विशिष्ट-महापूजनम् (आहुतिविधानम्) ॥॥
સામાન્ય દિશાસૂચન પ્રસ્તુત છે બે વિધાનો : (૧) શ્રી માણિભદ્રવીર મહાપૂજન અને (૨) શ્રી માણિભદ્રવીર વિશિષ્ટ–મહાપૂજન (આહુતિ વિધાન).
બંને વિધાનો સ્વતંત્ર રીતે આપેલાં છે, અને એકબીજાથી સ્વતંત્ર રીતે કરાવી શકાય છે. બંને વિધાનો સંપૂર્ણ દિવસ પયંતનાં છે. જ્યારે માત્ર નં (૧) મુજબનું મહાપૂજન જ કરાવવું હોય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org