________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
5] 3
'માણિભદ્રજીનું અપ્રસિદ્ધ-અતિપ્રભાવક સ્થાન
પ. પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મહારાજના શિષ્ય
પૂ. મુનિશ્રી નયચંદ્રસાગરજી
માણિભદ્રજી એટલે..... તપાગચ્છના અધિષ્ઠાયક દેવ! પોતાના પ્રભાવક ઐશ્વર્ય તથા.. શાસનસેવા–રક્ષણની નિષ્ઠાના કારણે અનેક જગ્યાએ તેઓને સ્થાન મળ્યું છે ! મુખ્યત્વે તેના. મગરવાડા આગલોડ અને ઉજ્જૈન–આ ત્રણ સ્થાન પ્રસિદ્ર છે. આ ઉપરાંત પ્રાચીન જિનમંદિર તથા ઉપાશ્રયોમાં તેઓનું સ્થાન સ્થાપિત થયેલું દેખાય છે. માણિભદ્ર–માણભદ્ર કે માણેકચંદના નામથી અનેક જગ્યાએ પ્રાચીનકાળથી ર ન મેળવી સાધકો-ઉપાસકો-ભક્તોને સહાયક બને છે.
આવું જ એક પ્રાચીન છતાં અપ્રસિદ્ધ માણિભદ્રજીનું સ્થાન ગોરૈયા વીર કે ગોરડિયા વીર તરીકે જંગલ જેવા પ્રદેશમાં છે, જે સ્થાનની મુલાકાત લેખકે સ્વયં લીધી છે. વૃદ્ધ પુરુષોના મુખેથી વાતો સાંભળેલી છે તથા પ્રાચીન ગ્રંથોના આધારો પણ મેળવ્યા છે.
લેખકની આ સ્વાભાવિક સંશોધનવૃત્તિ આજે આપણને માણિભદ્રજીનું અતિ પ્રાચીન છતાં અપ્રસિદ્ધ ધામનું શબ્દદર્શન કરાવે છે. ચાલો, આપણે જઈએ.. એ જાગ્રતતીર્થની શબ્દ યાત્રા એ.....
– સંપાદક
ચાણસ્મા (ઉ.ગુ.)ની નજીકમાં ૯ કિ.મી.) કંબોઈ તીર્થ આવેલું છે. આ ગ્રામમાં પ્રવેશ કર્યા પૂર્વે રેલ્વે પાટા પાસે રોડથી થોડે દૂર ખેતરોમાં એકલી અટુલી એક દેરી–મંદિર, રોડથી પસાર થતા દરેક વ્યક્તિની નજરે ચડે છે.
ગામડાના લોકોને પૂછતાં કેટલાંક ' ગોરડિયા વીરનું મંદિર તો કેટલાક ગયા વીરનું મંદિર' તરીકે પરિચય આપે છે. ગોરડિયા બોલો કે ગૌરયા બોલો.. અપભ્રંશ બને એક જ નામ છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ભાવિકોની ભીડને ભાંગનાર આ વીર છે. ગમે તેવી મુસીબત, આફત.. અસાધ્ય રોગ હોય તો વીર પાસે આવે. અને માનતા માને ટૂંક સમયમાં બધું જ થાળે પડી જાય. આવી ગ્રામ્ય જનોની માન્યતા અને શ્રદ્ધા છે. દીવો કરે. સુખડી ચઢાવે. શ્રીફળ ચટ વે. હાથ જોડી ભાવપૂર્વક વિનંતી કરે... તોરણ બાંધે.. માનતા માનવાની આ રીત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org