________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
491
‘યક્ષરાજ શ્રી માણિભદ્રજીના અનન્ય ઉપાસક
યતિરાજ શ્રી માલદેવજી
પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસાગરસૂરિ મ.સા. શિષ્યરત્ન
પૂ. મુનિશ્રી નયચંદ્રસાગરજી મહારાજ
ભૂતકાળની ભીતરમાં નમ્રભાવે ડોકિયું કરીએ ત્યારે શાસનની રક્ષા અને સેવાના અનેક રોમાંચક પ્રસંગો અને અનોખી પ્રતિભાઓ ઈતિહાસનાં પાનાં ઉપર અંકિત થયેલી જોવા મળે છે.
ઈતિહાસના આવા જ એક અપ્રગટ પૃષ્ઠને પ્રકાશિત કરતો આ લેખ જૈન શાસનની વિરાટ તાકાતનું દર્શન કરાવે છે.
આજથી લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે શ્રી માણિભદ્રજીની ઉપાસના દ્વારા જિનશાસનની સેવા કરનાર શ્રી માલદેવજી મહાત્માના જીવનપ્રસંગ અને તેમના સાધના સ્થાનનો સામાન્ય ચિતાર અત્રે રજૂ કરાયો છે. આ મહાત્માના જન્મસંવત વગેરેનો તો કોઈ ઉલ્લેખ મળતો નથી; પણ જગદ્ગુરુશ્રીની સાનિધ્યમાં શાસનસેવાનાં કાર્યો કર્યાં હોવાની વિગતો ઊંઝા જૈન સંઘ તરફથી પ્રકાશિત શ્રી કુંથુનાથ જિનાલય શતાબ્દી ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. અત્રે બીજી પણ કેટલીક વિગતો-પ્રસંગો કર્ણોપકર્ણ સાંભળી તથા કેટલાંક સ્થાનની રૂબરૂ મુલાકાત લઈને પણ લેખકે હળવી ભાષાના માધ્યમે અત્રે સુંદર પ્રકાશ પાથર્યો છે.
આ લેખના લેખક પૂ. મુનિશ્રી નયચન્દ્રસાગરજી મહારાજમાં મૃદુતા અને નમ્રતા વિશેષ જોવા મળી. થોડા સમય પહેલાં " વિવિધ તીર્થકલ્પ " અંતર્ગત પ્રથમ "શત્રુંજયકલ્પ"ના આધારે અપાયેલી વાચનાઓના સંગ્રહરૂપે પ્રગટ થયેલ” ગરવો ગિરિરાજ" પુસ્તકનું સફળ સંકલન-સંપાદન કરવા બદલ પૂજ્ય મુનિશ્રી નયચન્દ્રસાગરજી મહારાજ ખરેખર ધન્યવાદને પાત્ર બને છે.
-સંપાદક
" સાહેબજી! શાસનસેવાનું કાંઈ પણ કામ હોય તો સેવકને લાભ આપશો. આ સેવક હરઘડી તૈયાર છે. દિલ્હીના ગાદીપતિની વિનંતીથી પૂ.આચાર્યદેવ શ્રી હીરસૂરિ મ.સા.ઝડપભેર ગંધારથી દિલ્હી તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતમાંથી પસાર થતા પૂ. જગદ્ગુરુ આ. દેવને યતિરાજે ઉપરોક્ત વિનંતી કરી. તે વિનંતી માત્ર ઔપચારિક ન હતી, પણ હૈયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org