________________
300
તપાગચ્છાધિષ્ઠાયક
'અધિષ્ઠાયકોની આવશ્યકતા....
– પૂ. મુનિરાજ શ્રી અજિતશેખરવિજયજી મહારાજ
ઝવેરી બજારમાં દાગીનાની વેરાયટી હોય તો કાપડબજારમાં અવનવાં વસ્ત્રોની. અહીં પણ માણિભદ્ર–જીવનચરિત્રોના લેખોમાં આ લેખ એક વેરાયટી છે. અત્રે આ લેખના લેખક મુનિવરશ્રીએ દીક્ષા લીધી ત્યારથી ગુરુકુલવાસ,સ્વાધ્યાયલીનતા, પ્રભુભક્તિ, સાધુભક્તિ, ગુણાનુરાગિતા આદિ ગુણો જીવનમાં એવા વિકસાવ્યા છે કે જેના પરિણામે પ્રવચનની પાટથી લઈને કાગળ-કલમ સુધી પ્રજ્ઞાનો પરિચય જૈન સંઘને અવારનવાર મળ્યા કરે છે.
અહીં આ લેખમાં અધિષ્ઠાયક દેવ-દેવીની આવશ્યકતાને સમજાવવામાં મુનિવર સફળ રહ્યા છે. ટેલિફોનના ઉદાહરણને લઈ તર્ક અને યુક્તિસંગત ઘટનાઓ દ્વારા સ્તોત્રમાં, અનુષ્ઠાનોમાં સ્થાનોમાં, વિવાદોમાં અધિષ્ઠાયકોની ભૂમિકાઓને પ્રમાણ દ્વારા સમજાવેલ છે.
માણિભદ્રદાદાના સ્વરૂપ, સ્થાન અને સાધનાનું માહાભ્ય પણ દર્શાવ્યું છે. અવસરે નિરાતે લેખનું વાંચન કરવું જેથી શંકાઓનું સમાધાન પણ મળી જાય. પણ અત્રે એ વાત અવશ્ય નોંધવી રહી કે જૈનશાસનમાં મોક્ષ એ જ વાસ્તવિક ફળ છે. વચમાં થતા લાભો આનુષંગિક છે.
- સંપાદક
તીર્થંકર પરમાત્માઓ જ્યારે પણ તીર્થ–સ્થાપના કરે છે ત્યારે સાધુ-સાધ્વી-શ્રાવક -શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે વખતે અધુનોત્પના તે જ વખતે તેને દેવ કે દેવીરૂપે ઉત્પન્ન થયેલાં, જૈન ધર્મ પર અત્યંત શ્રદ્ધા ધરાવતાં દેવદેવી પણ ત્યાં ઉપસ્થિત થાય છે. તે દેવ-દેવી તે તીર્થનાં અધિષ્ઠાયક-અધિષ્ઠાયિકા તરીકે ઘોષિત થાય છે અને તેઓ પ્રભુભક્તિથી તે–તે પ્રભુના તીર્થની રક્ષા માટે ઉદ્યમશીલ બને છે. આમ દરેક તીર્થંકરના એક અધિષ્ઠાયક દેવ અને એક અધિષ્ઠાયિકા દેવી હોય છે. તે–તે મૂળનાયક તીર્થકરોની પ્રતિમાના પરિકરમાં પણ એ બેની સ્થાપના નીચેના ભાગમાં જમણે–ડાબે કરવામાં આવે છે.
એ જ પ્રમાણે જગતની તમામ દ્રવ્ય-ક્ષેત્રાદિ શુભ વસ્તુઓ શુભ દેવોથી અધિષ્ઠિત માનવામાં આવે છે. તે–તે પવિત્ર સૂત્રો પણ સમ્યગ્દષ્ટિ દેવોથી અધિષ્ઠિત હોય છે. નવકારમંત્રનો તો પ્રત્યેક અક્ષર દેવાધિષ્ઠિત માનવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org