________________
482
તપાગચ્છાધિષ્ઠાયક
માણિભદ્રદાદા
પૂ. આચાર્ય પુણ્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ
શક્તિના ત્રણ પ્રકારો છે. માનવશક્તિ, દેવશક્તિ અને દેવાધિદેવ શક્તિ. આ ત્રણેય શક્તિઓનો સંક્ષિપ્ત પરિચય આપીને પૂજ્ય આચાર્યશ્રીએ શ્રી માણિભદ્રવીરની સાધના-ઉપાસનાની દૈનિક જીવનમાં જરૂરીઆત ઉપર સુંદર અંગુલિનિર્દેશ કરેલ છે.
જ્યાં ત્યાં અને જેને–તેને નમવાની, પૂજવાની અને ભજવાની વૃત્તિ સામે લાલ આંખ દર્શાવી સમકિત દેવનું ચિહ્ન-લક્ષણ આલેખન સાથે ભાવાર્થ અત્રે રજૂ કરાયેલ છે.આ લેખના લેખક પૂ.આ.દેવશ્રી નવ વર્ષની બાળવયમાં ચારિત્રગ્રહણ કરી પૂ. ગચ્છાધિપતિશ્રી માણિક્યસાગરસૂરિજી મ.સા. ના અંતેવાસી રહી જ્ઞાનસંપાદન કરી અત્યારે જૈને ઈતિહાસવેત્તા અને શિલ્પવાસ્તુશાસ્ત્રી તરીકે પ્રસિદ્ધિ પામેલા આ આચાર્યદેવ શ્રી માણિભદ્રદાદાના અખંડ ઉપાસક છે.
માણિભદ્ર દેવની સાધના માટે યોગ્ય વાર, સમય અને સામગ્રી ઉપરાંત વારાહ સંહિતાનું સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવાય છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર નજીક ચોટીલા પાસે આકાર પામી રહેલ મહાવીરપુરમ તીર્થમાં માણિભદ્ર શક્તિપીઠના નિર્માણની જાણકારી પણ આપી છે.
– સંપાદક
મગરવાડિયા વીર બાપજી... માણિભદ્રદાદા.... આવાં વહાલાં લાડકાં નામોથી પ્રસિદ્ધ શાસનરક્ષક તપાગચ્છના અધિષ્ઠાયક ઇન્દ્રદેવનું સાચું નામ યક્ષરાજ માણિભદ્ર ઇન્દ્ર છે. માણિભદ્ર તેમનું નામ છે. વ્યંતરનિકાયના બત્રીશ ઇન્દ્રો પૈકીના એક ઈન્દ્ર પણ છે અને યક્ષના નામના વ્યંતર દેવોના ઇન્દ્ર હોવાથી યક્ષરાજ માણિભદ્ર ઇન્દ્ર તરીકે ઓળખાય છે.
આમ તો હિન્દુઓમાં દરેક ધર્મોમાં ઈશ્વરની સાથોસાથ તેમના પાર્ષદો પણ હોય છે. રુદ્રના ગણ પણ ગણાવાય છે. વિનરક્ષક તરીકે શ્રી હનુમાનજીની પણ ગણતરી થાય છે.
જૈન ધર્મના અલગ-અલગ ફિરકાઓના જુદા જુદા અધિષ્ઠાયક દેવો જોવા મળે છે અને એની ભિન્ન ભિન્ન પદ્ધતિથી ઉપાસના થાય છે.
માણિભદ્રદાદાનો મહિમા દેશભરમાં ખૂબ જ પ્રચલિત છે. પૂર્વકાલીન તપાગચ્છના શ્રીપૂજની ગાદીયુક્ત તમામ ઉપાશ્રયોમાં એમની વિવિધ સ્વરૂપે સ્થાપના પણ જોવા મળે છે લોકાગચ્છમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org