________________
428
- તપાગચ્છાધિષ્ઠાયક
શ્રી માણિભદ્રવીરનું કથાગીત
- શ્રી કનૈયાલાલ વલાણી, પાટણનિવાસી, હાલ નૈરોબી
શ્રી માણિભદ્રવીરના એક સાધક શ્રી કનૈયાલાલ વલાણી ઉત્તર ગુજરાત–પાટણના વતની છે. વર્ષોથી આફ્રિકામાં વસવાટ કર્યો છે. તેમનું આખું કુટુંબ માણિભદ્રદાદાના પરમ ભક્તો છે. શ્રી કનુભાઈ દાદાના ધ્યાનમાં બેસીને જેમ જેમ એકાગ્રતા કેળવતા ગયા તેમ તેમ આ શાસનરક્ષક દેવના અનેક ચમત્કારો અનુભવતા રહ્યા.
શ્રદ્ધા-ભક્તિનો રંગ ચડતો રહ્યો, માયાવી અને મિથ્યાત્વ પ્રવૃત્તિમાંથી સરળ ભાવે છૂટતા રહ્યા અને તે પછી વર્ષોથી સાધના દ્વારા તેમણે દાદાના રહસ્યમય જીવનને સુંદર મજાના કથાગીતમાં મઢી લીધું છે. ઉપરાંત ગીતગુંજનો દ્વારા દાદાનું ભક્તિકુંજ ખડું કર્યું છે. આ બધાં ગીતોમાં વ્યક્ત થતો ભાવ તેમના આંતરિક જીવનનો વિલક્ષણ વિકાસ સૂચવે છે. તેઓ સ્પષ્ટ માને છે કે આ સમ્યગ્દષ્ટિ આરાધ્યદેવ માટે કયાંય કોઈ મતભેદ કે પક્ષપાત જોવા મળતો નથી. શ્રી દાદાની ભક્તિ-સાધનાના બળે શ્રી વલાણીએ પોતાના માતાપિતાના પ્રબળ પુણ્યોદયે પાટણમાં માતુશ્રી ચંદનબા મેમોરિયલ ટ્રસ્ટની હમણાં જ સ્થાપના કરી. પાટણ–ચાણસ્મા હાઈવે ઉપર વિવિધ સંકુલોથી ગાજતું એક અલૌકિક સર્જન "શ્રી માણિભદ્રવીર આરાધના ધામ” આકાર લઈ રહ્યું છે જેમાં મંદિરોની શુભ શ્રેણી, ગુરુમંદિર, જ્ઞાનમંદિર, બાલાશ્રમ, ઉપાશ્રય, પશુપક્ષીઓના આશ્રયસ્થાનો વગેરે ઊભાં થશે. દાદાની ભક્તિ-સાધનાનો પ્રભાવ તો જુઓ ! એક વ્યક્તિ શું કરી શકે છે? શ્રી કનુભાઈની ભક્તિભાવનાને ભારોભાર અનુમોદના.
તેમના અત્રે રજૂ થયેલાં ગીતગુંજનોનો આસ્વાદ માણી અવારનવાર આ ગીતો સત્સંગમાં ગાજો, ગવરાવજો. તેથી દાદાની સાધનામાં આગળ વધવાનું જરૂર બળ મળશે.
: -સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org