________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
329
જૈન શાસ્ત્રોની દષ્ટિએ અધોલોકના 'દેવભુવનો અને ભવનવાસી દેવો
– ડૉ. જે. પી. અમીન
ભવનપતિના દેવોના વિષે કાંઈક સમજણ પ્રદાન કરવા લખાયેલો આ લેખ જ્ઞાનાભ્યાસીઓએ ખાસ અવગાહવા જેવો લેખ છે.
પ્રસ્તુત ગ્રંથને વિવિધ વિભાગો અને વિધવિધ વિલક્ષણતા વધારવાના અમારા નમ્ર પ્રયાસના પ્રતિસાદરૂપે પ્રસ્તુત થયેલ આ લેખ સાહિત્યની ઉત્તમ પ્રસાદીરૂપ છે.
પ્રસ્તુત કરનાર ડૉ. જે. પી. અમીન સાહેબે ખંભાતમાં રહીને પોતાની શૈક્ષણિક ઉજ્વળ કારકિર્દી સાથે જૈન સાહિત્યમાં ખૂબ જ ઊંડો રસ લીધો છે. જૈન સંદર્ભ સાહિત્યમાં તેમનું પ્રગટ સાહિત્ય ખૂબ જ આવકાર પામેલ છે. દેશમાં અને પરદેશમાં તેમનો બહોળો શુભેચ્છકોનો વર્ગ ખૂબ જ માન-આદરથી તેમને જુએ છે. શિલ્પસ્થાપત્ય કળામાં તેમની માસ્ટરી ગણાય છે. તેમનો સત્સંગ માણવા જેવો છે.
– સંપાદક
લોક અને અલોક અનાદિ-અનંત છે અને શાશ્વત છે. દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. છ અવિનાશી તત્ત્વોમાંથી પાંચ અવિનાશી તત્ત્વો જેવાં કે ધર્મસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને આત્મા – આ તત્ત્વો જેટલા આકાશમાં રહે છે, તેને લોક કહેવાય છે અને બાકીના આકાશને અલોક કહેવાય છે.
લોકનો આકાર સુપ્રતિષ્ઠિત આકારે છે. સરાવલા એક ઊલટું, એના ઉપર એક સૂલટું, એના ઉપર એક ઊલટું એ પ્રમાણે છે. અન્ય મતે સાત પુરુષો એકની પાછળ એક એમ ઊભા રહે તથા હાથ કમર ઉપર રાખે અને પગ પહોળા રાખે ત્યારે જે આકાર તેમનો થાય તેવો આકાર લોકનો છે. શાસ્ત્રની ભાષામાં વૈશાખ સંસ્થાન કહેવાય છે – એટલે કે આ લોકનો આકાર કેડે હાથ દઈને પગ પહોળા કરીને ઊભા રહેલા પુરુષ જેવો છે.
આ લોકનો આકાર પોલા ગોળાના આકારે છે. લોકમાં બધા મળીને અસંખ્યાત પ્રદેશ છે. જેમ કે એક દીપકના પ્રકાશમાં અનેક દીપકના પ્રકાશ સમાઈ જાય છે તેમ આકાશમાં અને બીજાં દ્રવ્યોમાં પણ અનેક દ્રવ્યો સમાઈ જવાની યોગ્યતા છે તેથી અનેક દ્રવ્યોનું અવગાહન લોકમાં થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org