________________
296
તપાગચ્છાધિષ્ઠાયક
દેવનારકને કાયમી છે.
પ્રશ્ન: કયા દેવોને કેટલું અવધિજ્ઞાન હોય?
ઉત્તરઃ પાંચ અનુત્તરના દેવો ચૌદ રાજલોકમાં થોડું ઓછું જુએ છે. કેટલું થોડું ઓછું જુવે છે, તો કહે છે કે પોતાના વિમાનની ધજાથી સિદ્ધશિલા સુધીનું ના જોવે, એટલું ઓછું જુવે છે. અનુત્તરના વિમાનથી સિદ્ધશિલા ૧ર યોજન છે.
નવ રૈવેયકના ઉપરના ત્રણ સાતમી નમઃ તમઃ પ્રભા સુધી જુવે છે અને પહેલાના છ રૈવેયકના છઠ્ઠી નારકી તમઃ પ્રભા સુધી જોવે છે. સૌધર્મને ઈશાનેન્દ્રના સામાનિક ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવો અને રત્નપ્રભા નારકીના છેક હેઠેના ભાગ સુધી દેખે.
સનસ્કુમાર ને મહેન્દ્રના દેવો શર્કરા પ્રભા નામની બીજી નરક સુધી દેખે. બ્રહ્મ અને લાંતકના દેવો ત્રીજી વાલુકા પ્રભા નારકી સુધી જોવે. મહાશુક્ર અને સહસારના દેવો ચોથી પંકપ્રભા નારકી સુધી જોવે અને આનતથી અશ્રુત સુધીના દેવો તેના પ્રતરે વિશેષતાથી દેખે. એવી રીતે પહેલાંના દેવા માટે જે કહ્યું તે તે આગળના દેવો વધારે વધારે જાણે. સૌધર્મ ઈશાનના દેવો તીખું અસંખ્યાત દ્વીપ–સમુદ્રને જાણે. ઊંચાઈની બાબતમાં દરેક દેવો પોતાના વિમાનની ધજા સુધી જ જાણે. ભવનપતિ વ્યત્તર અને જ્યોતિષી દેવો ઓછા અર્ધા સાગરોપમ આયુએ સંખ્યાતા યોજના સુધી દેખે. જેમ જેમ આયુ વધે તેમ તેમ અસંખ્યાતા તેમ તેથી પણ વૃદ્ધિ થતી જોવે. જ ભવનપતિ અને વ્યત્તરને જઘન્યથી ૨૫ યોજન હોય અને ઉત્કૃષ્ટથી અસુરકુમાર નિકાયને અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે એટલું અવધિક્ષેત્ર હોય અને શેષ નવનિકાયે સંખ્યાતા યોજન સુધી હોય એમ જાણવું.
જ્યોતિષી દેવને જઘન્ય–ઉત્કૃષ્ટ સંખ્યાતા જોજન અવધિક્ષેત્ર હોય એટલે તેઓ સંખ્યાતા દ્વીપ સમુદ્ર જોવે.
વ્યત્તરને ઉત્કૃષ્ટ સંખ્યાતા જોજન અવધિક્ષેત્ર હોય એટલે સંખ્યાતા દ્વીપ સમુદ્ર જોવે.
ભુવનપતિ અને વ્યત્તર એ બેને અવધિજ્ઞાન ઊંચું બહુ હોય અને તીખું તથા નીચું થોડું હોય.
વૈમાનિકને નીચું અવધિજ્ઞાન ઘણું હોય અને તીખું તથા ઊંચું થોડું હોય. નારકી તથા જ્યોતિષીને તીર્જી અવધિજ્ઞાન ઘણું હોય, ઊંચું તથા નીચું થોડું હોય.
મનુષ્ય અને તિર્યંચને અનેક પ્રકારનું અવધિજ્ઞાન હોય એટલે કોઈને ઊંચું ઘણું, કોઈને નીચું ઘણું, કોઈને તીછું ઘણું, એમ નાના પ્રકારે વિચિત્ર જાણવું.
ચોવીશ જિનવરના કુલ અવધિજ્ઞાની ગણધરોની સંખ્યા : ૧, પુંડરીક આદિ ૮૪ ગણધરો ૨, સિંહસેન આદિ ૯૫ ગણધરો ૩, ચારુદત્ત આદિ ૧૦૨ ગણધરો
વજનાભ આદિ ૧૧૬ ગણધરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org